કપડવંજની મહિલાએ પક્ષીઓના ફોટા પાડી અનેક સ્પર્ધાઓમાં સિદ્ધિ પ્રાપ્ત કરી છે
દિવસે દિવસે માણસ આધુનિક થતો જાય છે આજે માણસને ફળ ફૂલ અને પાન પણ કચરો લાગે છે ઘરના આંગણે એકપણ પાન નહીં ઇચ્છનાર માણસ માણસ કહે છે કે આજે પહેલા જેવા પંખીઓ રહ્યા નથી અને ખાસ કરીને ચકલીઓ તો જોવા જ મળતી નથી પંખીઓને જે જોઈએ છે
તે આપણે આપી શકતા નથી લીલી વનરાજી હોય ત્યો તેનો વાસ હોય શહેરીકરણ તરફ વળેલા માણસ ના કારણે લીલોતરી લુપ્ત થતી જાય છે પરંતુ આવી સ્થિતિમાં પણ કપડવંજની મહિલાએ કપડવંજમાં જ આવા ૩૦૦ થી વધુ પક્ષીઓને તસવીરમાં કંડારી પોતાના આ અદભુત શોખ ને વાચા આપી છે કદાચ પક્ષીપ્રેમીઓ સિવાય સામાન્ય લોકોને આવા પક્ષીઓની ઓળખ કરવી પણ મુશ્કેલ બની જાય તેવા અલગ અલગ પક્ષીઓના ફોટા કપડવંજ મોજ લીધા છે
કપડવંજની શિલ્પા સોસાયટીમાં રહેતા અને કપડવંજની કોલેજમાં બી.એસ.સી. વિથ કેમેસ્ટ્રીનો અભ્યાસ કરેલ તથા હાલ ખાનગી કંપનીમાં જોબ કરતાં રૂચિબેન દિપકભાઈ જોષીએ પોતાના વ્યવસાય ઉપરાંત પક્ષી પ્રેમીએ કપડવંજમાં જ ૩૦૦ થી વધુ પક્ષીઓને કેમેરામાં કંડાર્યા છે.
રૂચી બેન દિપકભાઈ જોશીએ ગાંધીનગર વેસ્ટર્ન ટાઈમ સાથે વાતચીત કરતા જણાવ્યું કે તેમને મોબાઈલ યુગ આવ્યા પછી મોબાઈલ માં વિવિધ પક્ષીઓના ફોટા લીધા પણ જેવી દ્રષ્ટિ હતી તેવા ફોટા લેવામાં મુશ્કેલીઓ પડતી હતી
જેથી સન ૨૦૧૫ માં એક ડીએસએલઆર કેમેરા અને એક ટેલી લેન્સ ખરીદ કર્યો અને બસ સ્વપ્ન સાકર થયું અને એક વર્ષ પહેલાં એક વધુ ટીલી લેન્સ ખરીદ કર્યો અને પ્રકૃતિને ખૂંદવાની અભિલાષા સાથે અલગ-અલગ પક્ષીઓ ના ફોટા પાડી આનંદ મેળવવાનો પ્રયાસ કર્યો છે
જવલ્લે જ જોવા મળતાં કેટલાક પક્ષીઓમાં ચમચો કાળી તુતવારી કથ્થાઈ જલ માંજળ નાની સિસોટી રાતાપગ તુતવારી મોટો ગડેરો બ્રહ્માણી બતક ( જેની ખાસિયત એ છે કે તે બ્રાહ્મણ જેવું દેખાય છે તેની એક ચોટી પણ છે) સિંગપર નાકટો કબૂત બગલો નીલકંઠ કાવી જલ માંજર ( જેનો તમામ પક્ષીઓમાં સૌથી મોટો પગ હોય છે) ટીલિયારી બતક સારસ બેલડી ધોળી ઢોક પીળી ચાંચ ઢોક ગજપાવ નાની બતક ફાટી ચોચ ઢોક હરિયસ જેવા અનેક વિધિ પક્ષીઓના ફોટા લેવાનું મને સદભાગ્ય મળ્યું છે સોશિયલ મીડિયાના સહારે પક્ષીઓની ઓળખ મેળવી અવનવા પક્ષીઓને કેમેરામાં કંડાર્યા છે