કપડવંજ કોલેજમાં કોમર્સ માં CA બનવા અંગે માર્ગદર્શન વ્યાખ્યાન યોજાયું
કપડવંજ:કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શાહ કે .એસ. આર્ટસ એન્ડ વી.એમ. પારેખ કોમર્સ કોલેજમાં કોમર્સ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ માટે સી.એ બનવા અંગેની પુર્વ તૈયારી નું માર્ગદર્શન આપવા માટે વ્યાખ્યાન યોજાયું હતું વેસ્ટર્ન ઇન્ડિયા રીજીયોનલ કાઉન્સિલર ઓફ ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાની આણંદ શાખા દ્વારા કેરિયર કાઉન્સિલિંગ અંતર્ગત સુમિત રાજપૂત દ્વારા સી.એ બનવા અંગે માર્ગદર્શન વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું
જેમાં ધોરણ 12 પાસ કર્યા પછી તેમજ ગ્રેજ્યુએશન બાદ સી.એ બનવા માટેની પ્રક્રિયા તેમજ તૈયારી અંગે વિસ્તૃત છણાવટ કરી વિદ્યાર્થીઓની માહિતી ગાર કર્યા હતા જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર મોટી સંખ્યામાં ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆતમાં કોલેજ ના આચાર્ય ડૉ ગોપાલ શર્માએ સ્વાગત પ્રવચન કોમર્સ વિભાગના અધ્યક્ષ ડૉ. જે.બી.બોડાત એ વ્યાખ્યાનની ઉપયુક્તતા વિશે વાત કરી હતી કાર્યક્રમમાં વાય.આર.સી સાણંદ શાખા ના ચેરમેન સી.એ.હરબિન્દર સેની વાઇસ ચેરમેન સી.એ. ભાવેશ ઠક્કર અને કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી સી.એ. ડોનેલ વેલાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરીમાં સી.એ બનવા ની પૂર્વ તૈયારી માટે ઉત્સુકતા દર્શક પ્રશ્નો પૂછ્યા હતા.