કર્કવૃત્ત ઉપર હજારોએ સૂર્ય ગ્રહણ નિહાળ્યું – વહેમોને આપી વિદાય
૨૫ ડિસેમ્બરે સવારે 8.00 થી 10.50 દરમિયાન ખંડગ્રાસ ( આંશિક ) સૂર્ય ગ્રહણ થયું હતું આ ખગોળીય ઘટનાને વૈજ્ઞાનિક ઢબે માણવા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર અરવલ્લી વિજ્ઞાન વર્તુળ સાયન્સ કોલેજે ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત સૂર્યગ્રહણ નિર્દેશન સોલર ટેલિસ્કોપ દ્વારા આયોજન કરાયું હતું સૂર્ય ચંદ્રની સંતાકૂકડી માં અરવલ્લીની જનતા શાળા-કોલેજો ના વિદ્યાર્થીઓ એ થપ્પો કર્યો હતો વિશેષ કેળવણી મંડળના સેક્રેટરી સુરેન્દ્રભાઈ જે શાહ અને કોલેજના આચાર્યશ્રી ઓ તથા વિદ્યાર્થીઓ એ ગ્રહણ દરમ્યાન નાસ્તો આરોગી વહેમો અને અંધશ્રદ્ધાને વિદાય આપી હતી
આ ગ્રહણને માણવા આર્ટસ કોમર્સ ફાર્મસી બીબીએ બીસીએ લો લાટીવાલા સાયન્સ કોલેજ બીપી મોડાસાની શાળાના તથા અન્ય કોલેજોના થઈ ૨૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અધ્યાપકો આચાર્યશ્રીઓ શિક્ષકો સામાન્ય નાગરિકો એ વૈજ્ઞાનિક ઢબે ઘટના માણી હતી સમગ્ર જિલ્લાની 100 થી વધુ અંતરિયાળ શાળાઓએ ગુજકોસ્ટ એ આપેલી ગ્રહણ નિર્દેશન દ્વારા સૂર્યગ્રહણ જોવા ના કાર્યક્રમો થયા હતા
સાયન્સ કોલેજના પ્રો. ગીરીશ ભાઈ વકેરીયા એ કર્કવૃત પર ( અરવલ્લી ) ના નિર્દેશન નું વૈજ્ઞાનિક મહત્વ સમજાવ્યું હતું ગ્રહણ દરમિયાન સૂર્ય થી પૃથ્વી વચ્ચેનું અંતર માપન અક્ષાંશ રેખાંશ અંકત તેમજ ગ્રહણ એટલે શું ? વગેરે બાબતો સ્પષ્ટ કરી હતી વિજ્ઞાન વર્તુળના ડો શૈલેષ પટેલે ગુજકોસ્ટ નો આભાર માન્યો હતો સફળ કાર્યક્રમ યોજવા મ. લા .ગાંધી .ઉ.કેળવણી મંડળ ના પ્રમુખ શ્રી નવીનચંદ્ર મોદી એ લોક વિજ્ઞાન કેન્દ્રની ટીમ તથા સાયન્સ કોલેજના વિદ્યાર્થી ટીમ ને અભિનંદન પાઠવ્યા હતા.