કાશ્મીરથી લઇ હિમાચલ સુધી ભારે બરફવર્ષા:જમ્મુ શ્રીનગર રાજમાર્ગ બંધ
શ્રીનગર, ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારમાં ભારે બરફવર્ષાને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે.જમ્મુ કાશ્મીરથી લઇ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના અનેક હિસ્સામાં થયેલ બરફવર્ષાના કારણે તાપમાનમાં ધટાડો જાવા મળી રહ્યો છે ભારે બરફવર્ષા બાદ જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગને ફરીથી બંધ કરી દેવામાં આવ્યો છે આ કારણે અહીં ૧૦૦૦થી વધુ વાહનો ફસાયા હોવાના અહેવાલો સામે આવી રહ્યાં છે.
ઉત્તરાખંડના ચમોલી પિથૌરાગઢ રૂદ્રપ્રયાગ સહિત અન્ય વિસ્તારોમાં ભારે બરફવર્ષા થયો છે આ ઉપરાંત હિમાચલ પ્રદેશના શિમલા લાહૌલ સ્પીતિ અને મનાલીમાં ભારે બરફવર્ષા થવાને કારણે તાપમાનમાં ધટાડો જાવા મળ્યો છે.મનાલી લેહ રાજમાર્ગ અને સ્પીતિ મનાલી હાઇવે પર ટ્રાફિક અવરોધાયો છે.
ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષાથી બધુ જ ઠપ્પ થઇ ગયું છે દરરોજના કામ પર અસર પડવાની સાથે જ બાળકોના અભ્યાસમાં પણ અસર પડી રહી છે પહાડો પર જબરજસ્ત બરફવર્ષાને જાતા ચમોલીમાં પ્રશાસને સ્કુલ બંધ કરવાના આદેશ આપ્યા છે.બાગેશ્વરમાં પણ બરફવર્ષા થયો છે જેસીબી મશીનોની મદદથી બરફ હટાવવાનું કામ ચાલી રહ્યું છે.