કાશ્મીર પર ભારતનો વિરોધ કરનારી લેબર પાર્ટીની હાર, કંઝરવેટિવને બહુમતિ
લંડન, બ્રિટેનમાં શુક્રવારે સામાન્ય ચુંટણીના પરિણામ આવવાનું શરૂ થયા હતાં.જેમાં બ્રિટીશ વડાપ્રધાન બોસિ જાનસનની કંઝરવેટિવ પાર્ટી બહુમતિના આંકડા ૩૨૬ને પાર કરી ગઇ છે એક્ઝિટ પોલનાં આંકડા મુજબ, ૬૫૦ બેઠકોવાળી સંસદમાં કન્ઝર્વેટિવ પાર્ટીને ૩૬૮, લેબર પાર્ટીને ૧૯૧, એસએનપી ને ૫૫, લિબરલ ડેમોક્રેટ્સને ૧૩ બેઠકો મળવાનો અંદાજ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કંઝરવેટિવ પાર્ટીને જીતની અભિનંદન આપ્યા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી કહ્યુ કે વડાપ્રધાન બોરિસ જાનસનને પ્રચંડ બહુમતની સાથે પાછા ફરવા માટે ખુબ ખુબ અભિનંદન,હું તેમને શુભકામના આપુ છું અને ભારત બ્રિટેન સંબંધો માટે સાથે મળી કામ કરવા માટે તત્પર છું.
બીજીબાજુ પરિણામો બાદ વડાપ્રધાન બોરિસે જાનસને ટ્વીટ કરી જીત પર ખુશી વ્યકત કરી હતી અને કહ્યું કે યુકે દુનિયાનો સૌથી મહાન લોકતંત્ર છે. જેમણે પણ અમારા માટે મત કર્યા જે અમારા ઉમેદવાર બન્યા તે બધાનો આભાર.વિરોધ પક્ષ લેબર પાર્ટીના કોર્બિને કહ્યં કે તે આગળ કોઇ પણ ચુંટણીમાં પાર્ટીનું નેતૃત્વ કરશે નહીં કોર્બિને હારની પાચળ બ્રેગ્ઝિટને કારણ બતાવ્યું અને કહ્યું કે સામાજિક ન્યાયનો મુદ્દો આગળ પણ ચાલુ રહેશે અમે વાપસી કરીશું લેબર પાર્ટીનો સંદેશ હંમેશા મોજુદ રહેશે. એ યાદ રહે કે બ્રિટેનમં ગુરૂવારે મતદારોએ દેશના એક એતિહાસિક અન નિર્ણાયક સામાન્ય ચુંટણી માટે મતદાન કર્યું હતું. લેબર પાર્ટીના નેતા જાન મૈકકોનેલે સ્વીકાર કર્યું કે આ ચુંટણી બ્રેગ્ઝિટનો મુદ્દો હાવી રહ્યાં પરિણામ ખુબ નિરાશાજનક છે. અમેરિકાની નજર પણ બ્રિટેનની સંસદ ચુંટણીઓ પર લાગી હતી ચુંટણી બ્રિટેનના અમેરિકાથી સંબંધ પણ નક્કી કરશે બોરિસ જાનસન જીતતા અમેરિકાથી બ્રિટેનના સંબંધ સારા થશે બ્રિટેનમાં આ પાંચ વર્ષમં ત્રીજીવાર ચુંટણી થઇ હતી જયારે ૧૦૦ વર્ષમાં આ પહેલીવાર છે જયારે ચુંટણી ડિસેમ્બરમાં થઇ રહી છે. આખરી વાર ૧૯૨૩ના ડિસેમ્બર મહીનાં ચુંટણી કરાવવા આવી હતી.