કુમકુમ મંદિર ખાતે આજે સૂર્યગ્રહણ નિમિત્તે સત્સંગ સભા યોજાઈ
અમદાવાદ :આજે કંકણાકૃતિ સૂર્યગ્રહણ આજે સૂર્યગ્રહણ હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ -મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના નિશ્રામાં સવારે ૮-૦૦ થી ૧૧-૦૦ વાગ્યા સુધી સત્સંગ સભા યોજાઈ અને સૌ સંતો હરિભક્તો એ મળીને ધ્યાન, ધુન, ભજન, કીર્તન કર્યા અને અંતમાં મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ ગ્રહણ નિમિત્તે સૌ હરિભક્તો ને દિવ્ય આશીર્વાદ પાઠવ્યા.