Western Times News

Gujarati News

કૃષ્ણનગરમાં ટ્યુશનથી ઘરે જતી કિશોરીને આંતરી પાડોશી યુવકનો બળાત્કાર

Files Photo

યુવક તથા તેને સાથ આપનાર મિત્ર વિરુદ્ધ ફરીયાદ
અમદાવાદ: દેશમાં બનેલી બળાત્કારની કેટલીક ઘટનાઓ બાદ નાગરીકોમા રોષ ભભુકી ઉઠ્યો છે અને ઠેર ઠેર પ્રદર્શનો પણ કરવામાં આવતા દબાણમાં આવેલા તંત્રએ આવા બ નાવો ન બને એ માટે પગલા લેવા શરૂ કર્યા છે તેમ છતા બળાત્કારની ઘટનાઓ ઓછી થવાને બદલે વધી રહી હોય તેમ લાગી રહ્યુ છે આ Âસ્થતિમા ક્રિષ્ણનગરમાં રહેતા એક બાળકી રાત્રે ટ્યુશનથી ઘરે પરત ફરતી હતી એ સમયે પાડોશી યુવાને તેને રસ્તામાં આંતરી હતી.

બાદમાં બસની પાછળ લઈ જઈ તેનો બળાત્કાર કરીને છોડી મમુકતા ગભરાઈ ગયેલી બાળીએ ટ્યુશન જવાની ના પાડતા માતાએ તેની પુછપરછ કરતા તેણે સમગ્ર આપવીતી જણાવતા માતા ચોકી ઉઠી હતી અને પોલીસ ફરીયાદ નોધાવી હતી બળાત્કાર ઉપરાંત શહેરના ગોમતીપુર તથા શાહીબાગ પોલીસ સ્ટેશનમાં બે છેડતીની ફરીયાદો પણ નોધાઈ છે.

શહેરમાં છારાનગર વિસ્તારમાં આવેલી એક કોલોનીમા રહેતા પરીવારમાં બે પુત્રી તથા એક પુત્રનો સમાવેસ થાય છે સોથી નાની પુત્રી દિવ્યા નામ બદલ્યુ છે ૧૭ વર્ષની છે અને હાલમાં બારમા ધોરણમાં અભ્યાસ કરી છે ગુરુવારે સાજે ટ્યુશનનો સમય થતા તેની માતાએ દિવ્યાને ટ્યુશનને જવાનુ કહ્યુ હતુ જા કે દિવ્યાએ ટ્યુશનને જવા ઈન્કાર કર્યો હતો બાદમાં માતાએ બાથરૂમમાં જાતા દિવ્યાના કપડા પડ્યા હતા જે જાતા અજગતુ લાગ્યુ હતુ.

જેથી માતાએ દિવ્યાને આ અંગે પુછતા તે રડવા લાગી હતી અને બુધવારે સાંજે તેણે પોતાની સાથે બનેલી બળાત્કારની માતાને જણાવી હતી દિવ્યાએ કહ્યુ હતુ કે બુધવારે રાત્રે આઠ વાગ્યાના સુમારે ટ્યુશનથી પરત ફરી રહી હતી એ સમયે તેમની પાડોશમાં જ રહેતો વિનય ઉર્ફ બાબા વિકાશભાઈ ભોગેકુર છારાનગર તથા તેનો મિત્ર અવિનાશ ઉર્ફે કાનો કિરપાલસિહ માસરેકર છારાનગર તેની પાછળ આવ્યા હતા અને વિનયે તુ મારી સાથે આવી જા હુ તારી સાથે લગ્ન કરી લઈશ તેમ કહેતા દિવ્યા ગભરાઈ પોતાની એકટીવા ઘર તરફ ભગાવ્યુ હતુ.

જા કે વિનય તકથા અવિનાશે તેનો પીછો કરીને કર્ણાવતી હોસ્પિટલની  પાછળ સૈજપુર તળાવ નજીક તેને રસ્તામા આતરી હતી અને રસ્તામાં પડેલી બસની પાછળ લઈ ગયો હતો જ્યા વિનયે તેને જાનથી મમારી નાખવાની ધમકીઓ આપી હતી અને તેનો બળાત્કાર કર્યો હતો ગભરાઈ ગયેલી દિવ્યા કઈ બોલી શકી નહોતી. દરમિયાન અવિનાશ દિવ્યાનું એકટીવા લઈ ક્યાક ગયો હતો.

જેને વિનયે ફોન કરતા તે પરત આવ્યો હતો જાહેર રસ્તા ઉપર જ નરાધમે બાળકી ઉપર બળાત્કાર કર્યો બાદ તેને ઘરે મોકલી દિધી હતી ગભરાયેલી સત્તર વર્ષીય દિવ્યા સુનમુન થઈ ગઈ હતી. આ ઘટના વિશે સાંભળ્યા બાદ માતા ચોકી હતી અને તેણે પરીવારને આની જાણ કરી હતી બાદમાં તમામ લોકો ક્રિષ્ણાનગર પોલીસ સ્ટેશને પહોચ્યા હતા જ્યા કિશોરી સાથે બળાત્કારની ઘટના બનતા પોલીસ પણ ચોકી હતી અને તુરત જ વિનય તથા અવિનાશને ઝડપી લેવા માટે કાર્યવાહી શરૂ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.