કેબિનેટ બેઠકમાં NPRને અપડેટ કરવાની મંજૂરી
નવીદિલ્હી:દેશભરમાં સીએએ અને એનઆરસીને લઇને વિરોધ થઇ રહ્યો છે ત્યારે નરેન્દ્ર મોદી કેબિનેટે બેઠકમાં રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરને અપડેટ કરવાની મંજૂરી આપી દીધી છે. આ હેઠળ દેશભરના તમામ નાગરિકોના ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. જોકે આ નાગરિકતાનું પ્રમાણ નહીં હોય. આનો ઉપયોગ સરકાર પોતાની યોજનાઓને લાગૂ કરવા માટે કરશે.
કેબિનેટ બેઠક પુરી થયા પછી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કેબિનેટે આ સંપૂર્ણ પ્રક્રિયા માટે ૮,૭૦૦ કરોડ રૂપિાયાના ફંડને મંજૂરી પણ આપી છે. ૨૦૨૧ની વસતી ગણતરી પહેલા ૨૦૨૦માં એનપીઆર અપડેટ કરવામાં આવશે. આ પહેલા ૨૦૧૧ની વસતી ગણતરીથી પહેલા ૨૦૧૦માં પણ જનસંખ્યા રજિસ્ટરને અપડેટ કરવામાં આવ્યું હતું. એપ્રિલ, ૨૦૨૦થી સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી એનપીઆરને અપડેટ કરવાનું કામ કરવામાં આવશે.
મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે આ માટે કોઈ કાગળ કે સાબિતી બતાવવાની જરુર રહેશે નહીં. આ માટે સરકારી કર્મચારી ઘરે આવશે. દરેક રાજ્યએ આ માટે મંજૂરી આપી છે. દર ૮ થી ૧૦ વર્ષોમાં આ રજિસ્ટરને અપડેટ કરવામાં આવશે. તેમણે આ યોજનાની જરુરત વિશે જણાવ્યું હતું કે સરકારી યોજનાનો લાભ યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે આ પ્રક્રિયાને અપનાવવામાં આવશે.
નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર હેઠળ ૧ એપ્રિલ, ૨૦૨૦થી ૩૦, સપ્ટેમ્બર, ૨૦૨૦ સુધી નાગરિકોના ડેટા તૈયાર કરવા માટે દેશભરમાં ઘરે-ઘરે જઈ વસતી ગણતરીની તૈયારી છે. દેશના નાગરિકોની વ્યાપક ઓળખનો ડેટા તૈયાર કરવો એનપીઆરનો મુખ્ય ઉદ્દેશ્ય છે. જેમાં બાયોમેટ્રિક માહિતી પણ સામેલ હશે. આમાં વ્યક્તિનું નામ, સરનામું, શિક્ષણ, વ્યવસાય જેવી માહિતી નોંધવામાં આવશે. એનપીઆરમાં નોંધાયેલ માહિતી લોકો દ્વારા આપવામાં આવેલ માહિતીના આધારે હશે અને આ નાગરિકતાનું પ્રમાણ નહીં હોય.
એનપીઆર અને સીએએમાં તફાવત છે. એનઆરસી પાછળ જ્યાં દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા નાગરિકોની ઓળખનો ઉદ્દેશ્ય છે. ત્યારે બીજી તરફ એનપીઆર- ૬ મહિના અથવા તેથી વધુ સમયથી એક વિસ્તારમાં રહેતા કોઈ પણ રેસિડન્ટ વ્યક્તિનું એનપીઆરમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે અથવા એવી વ્યક્તિ જે આગામી ૬ મહિના સુધી તે જ જગ્યાએ રહેવાની ઈચ્છા રાખતા હોય, તેમણે પણ આ અંતર્ગત તેમની માહિતી આપવી પડશે. બહારનો વ્યક્તિ પણ જો દેશના કોઈ પણ હિસ્સામાં છ મહિનાથી વધુ સમયથી રહી રહ્યો છે.
તો તેને પણ એનપીઆરમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. એનપીઆરના માધ્યમથી લોકોના બાયોમેટ્રિક ડેટા તૈયાર કરી સરકારી યોજનાઓની પહોંચ સાચા લાભાર્થિયો સુધી પહોંચાડવાનો લક્ષ્ય છે. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નેતૃત્વમાં યૂપીએ સરકારે ૨૦૧૦માં એનપીઆરની શરૂઆત કરી હતી. જ્યારે ૨૦૧૧માં વસતી ગણતરી પહેલા આ અંગે કામ શરૂ થયું હતું. હવે ફરી ૨૦૨૧માં વસતી ગણતરી થવાની છે. તેથી એનપીઆર પર કામ શરૂ થઈ રહ્યું છે.
રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર એટલે એનઆરસી- તેના દ્વારા ગેરકાયદે લોકોની ઓળખ કરી શકાશે એનપીઆર- ૬ મહિના અથવા તેથી વધુ સમયથી એક વિસ્તારમાં રહેતા કોઈ પણ રેસિડન્ટ વ્યક્તિનું એનઆરપીમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે અથવા એવી વ્યક્તિ જે આગામી ૬ મહિના સુધી તે જ જગ્યાએ રહેવાની ઈચ્છા રાખતા હોય, તેમણે પણ આ અંતર્ગત તેમની માહિતી આપવી પડશે.
જાવડેકરે વધુમાં જણાવ્યું હતું કે કેબિનેટે અટલ ભૂજલ યોજનાને મંજૂરી આપી છે. અટલ ભૂજલ યોજના પર ૫ વર્ષમાં ૬૦૦૦ કરોડ રુપિયા ખર્ચ થશે. જેમાં ૩૦૦૦ કરોડ રુપિયા વર્લ્ડ બેન્ક અને ૩૦૦૦ કરોડ રુપિયા સરકાર આપશે. સરકારે ૭ રાજ્યોમાં અટલ ભૂજલ મિશનને મંજૂરી આપી છે. અટલ ભૂજલ યોજના મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં લાગુ થશે. તેમણે કહ્યું હતું કે અટલ ભૂજલ યોજનાથી પાણીની બર્બાદી રોકવામાં મદદ મળશે. પાણીનો યોગ્ય ઉપયોગ થશે. પાણીના સતત ઉપયોગથી ખેડૂતોની આવક ડબલ કરવામાં મદદ મળશે.
મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે આ માટે કોઈ કાગળ કે સાબિતી બતાવવાની જરુર રહેશે નહીં. આ માટે સરકારી કર્મચારી ઘરે આવશે. દરેક રાજ્યએ આ માટે મંજૂરી આપી છે. દર ૮ થી ૧૦ વર્ષોમાં આ રજિસ્ટરને અપડેટ કરવામાં આવશે. તેમણે આ યોજનાની જરુરત વિશે જણાવ્યું હતું કે સરકારી યોજનાનો લાભ યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે આ પ્રક્રિયાને અપનાવવામાં આવશે.
એ યાદ રહે કે એનસીઆર અને સીએએને લઇ દેશભરમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યાં છે.પશ્ચિમ બંગાળમાં આજે મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતાં. કોંગ્રેસે પણ ગઇકાલે દિલ્હીમાં સત્યાગ્રહ કર્યો હતો આ ઉપરાંત વિવિધ રાજયોમાં ખાસ કરીને પૂર્વોત્તર રાજયોમાં હિંસક પ્રદર્શન થયા છે.