કેળવણી મંડળ સંચાલિત અગત્સ્ય ફાઉન્ડેશનના ઉપક્રમે જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું
કપડવંજ કેળવણી મંડળ સંચાલિત અગત્સ્ય ફાઉન્ડેશન ના ઉપક્રમે તાજેતરમાં બે દિવસીય જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિજ્ઞાસા અંતર્ગત મોડેલ મેકિંગ ની સ્પર્ધા રાખેલ હતી જેમાં ખેડા જિલ્લા ની વિવિધ શાળાઓ એ ભાગ લઈ પોતાની કૃતિઓ રજુ કરેલ હતી જેમાં અનુક્રમે ધો – ૫ અને ૬ અને ધો – ૭ અને ૮ એમ બે વિભાગમાં આ સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિભાગ ૨ માં શ્રી મતી સી.ડી.ગાંધીના વિધાર્થીઓ પ્રથમ નંબરે વિજેતા રહ્યા હતા આ વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં આ પ્રોજેક્ટ નેશનલ લેવલે પુના મુકામે ભાગ લઈ જિલ્લાનું નેતૃત્વ કરશે વિજેતા વિધાર્થીઓને ટ્રોફી તથા રૂપિયા ૩૦૦૦/- રોકડ પુરસ્કાર મળેલ છે વિજેતા વિધાર્થી શાહ પ્રેયસ અને કેલ્લા તરૂણ તથા માર્ગદર્શક વિજ્ઞાનના વિષય શિક્ષિકા કિંજલબેન ત્રિવેદી ને શાળા પરિવાર તરફ થી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા