કોલીખડ નજીક ટ્રક ડ્રાઈવર-ક્લીનરને દોરડાથી બાંધી લૂંટારુએ ફેંકી દીધા
જીરું ભરેલી ટ્રકને હિંમતનગર પાસે લૂંટી લેવાઈ
અરવલ્લી: અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાંથી પસાર થતા વાહનોમાં લૂંટ ચલાવતી ગેંગ સક્રિય થતા બંને જીલ્લાની પોલીસ હરકતમાં આવી ગઈ છે ઉંઝા થી ટ્રકમાં જીરું ભરી ઇન્દોર જઈ રહેલ ટ્રકને હિંમતનગર નજીક કારમાં આવેલા કેટલાક લૂંટારુએ આંતરી ટ્રકમાંથી ડ્રાઈવર-કલીનરને ઉતારી માર મારી દોરડા વડે બંનેને બાંધી દઈ મોડાસાના કોલીખડ પાટિયા નજીક રોડ નજીક ઝાડી-ઝાંખરામાં નાખી દીધા હતા.
વહેલી સવારે પસાર થતા રાહદારીને ખબર પડતા પોલીસને જાણ કરતા મોડાસા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રક-ડ્રાઈવરને પોલીસ સ્ટેશન લઈ આવી હિંમતનગરમાં લૂંટ થઈ હોવાથી હિંમતનગર પોલીસને મોકલી આપવામાં આવ્યા હોવાની માહિતી પોલીસસુત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી.
ઉંઝા થી ટ્રકમાં જીરું ભરી મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે નીકળેલા ટ્રક ચાલકને હિંમતનગર સહકારી જીન નજીક સફેદ કલરની મારુતિમાં આવેલા ૪ થી ૫ શખ્શોએ આંતરી ટ્રક અટકાવી ટ્રકમાંથી ડ્રાઈવર-કલીનરને ઉતારી માર મારી બંનેને દોરડાથી બાંધી દઈ મોઢા પર સેલોટેપ લગાવી ગઈ ગોદડામાં લપેટી કારમાં અપહરણ કરી .
ટ્રકની લૂંટ કરી ટ્રક-ડ્રાઈવરને કાર માં કોલીખડ નજીક નાખી દઈ રફુચક્કર થઈ જતા કોલીખડ નજીક ટ્રક-ડ્રાઈવર કણસતી હાલતમાં રોડ નજીકથી પસાર થતા રાહદારીને થતા મોડાસા ટાઉન પોલીસને જાણ કરતા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી દોરડા થી બંધાયેલા ટ્રક-ડ્રાઈવરને મુક્ત કરાવી મોઢા પરથી સેલો ટેપ કાઢતા ટ્રક-ડ્રાઈવરે પોલીસ આગળ સમગ્ર ઘટના અંગે જણાવતા પોલીસે પ્રાથમિક તપાસ હાથધરી ટ્રક-ડ્રાઈવરને હિંમતનગર નજીક લૂંટની ઘટના બની હોવાથી બંનેને સાબરકાંઠા પોલીસને સુપ્રત કર્યા હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી સાબરકાંઠાના પોલીસ મથકના ચપોડે આ ઘટના ન નોંધાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી