ખેડાની ગળતેશ્વર મામલતદાર કચેરીમાં મહેસુલી કર્મચારીઓની હડતાલ વચ્ચે કચેરી ધમધમતી રહી
હાલમાં સમગ્ર ગુજરાતમાં મહેસુલી મહામંડળ દ્વારા તેમના પડતર પ્રશ્ન બાબતે સરકાર સામે બાંયો ચડાવવા ૦૯-૧૨- ૨૦૧૯થી અચોક્કસ મુદતની હડતાળ આપવા માં આવેલ છે. ત્યારે તેમના ૧ થી ૧૭ મુદ્દાના પ્રશ્નોમાં પ્રથમ મુદ્દો રેવન્યુ તલાટી કર્મચારીઓને ગ્રામ પંચાયત માં મર્જ કરવાની માંગણી કરવામાં આવી છે. જેને લઈને મહેસુલી કર્મચારીઓના વર્ગ – ૩ ના કર્મચારી ઓમાં રેવન્યુ તલાટીઓએ આ હડતાળમાં નહિ જોડાવાનો નીર્ણય કર્યો છે.
અને તેમજ વધુમાં જાણ્યાં મુજબ આ હડતાળ મહેસુલના જ કર્મચારી મહેસુલી તલાટીને મહેસુલ વિભાગમાંથી દૂર કરી પંચાયતમાં મુકવા જેવા વિચિત્ર મુદ્દાથી મહેસુલ વિભાગના કર્મચારીમાં ૨ ફાંટા પડી ગયા છે.કદાચ ઇતિહાસમાં આવી વિચિત્ર હડતાલ પહેલી વખત થતી હશે જેમાં પોતાનાજ કર્મચારી ભાઈ ઓના હક્ક હિસ્સો છીનવી લેવાની માંગણી સાથે અન્ય કર્મચારી ભાઈઓ હડતાલ ઉપર ઉતર્યા છે.
અને બીજી તરફ અમુક કર્મચારી હડતાળમાં ન જોડાતા ઓફીસોમાં કામગીરી ચાલુ જોવા મળેલ હતી. તેમજ અરજદારોને હાલાકીના પળે તે માટે મહેસુલી તલાટીઓએ મામલતદારના હુકમ મુજબ નાયબ મામલાતદાર અને કારકુનના કામ સાંભળી લઈ અરજદારોને અગવડતા ના પડે તે માટે નિષ્ઠાપૂર્વક કામગીરી નિભાવી હતી.જેથી અરજદારોને હાલાકી પડતી જોવા મળેલ નથી તેમજ ગઈકાલનો દિવસ હડતાલ હોવા છતાં કોઈપણ જાતના પ્રશ્ન વગર શાંતિપૂર્ણ પસાર થયેલ હતો.
આમ મહેસુલી તલાટીની આખી ઓફીસ સાંભળવાની ક્ષમતા જોઈ ખરેખર તેમના હક્ક હિસ્સોને નુકશાન પોહોચાડવાની વાત યોગ્ય ગણી શકાય તેવું લાગતું નથી તેમજ આવા પ્રકાર ની હડતાલ આ મંડળ દ્વારા બીજી વખત કરવામાં આવી છે ત્યારે આ બીજી વખત પણ મહેસુલી તલાટીઓ ઓફીસ કામગીરી સાંભળી તેમની વહીવટી કુશળતા તેમજ કાર્યક્ષમતાનું મોટું ઉદાહરણ પૂરું પડેલ છે.
આમ મહેસુલી તલાટી નાયબ મામલતદારનું પ્રમોશન મેળવવા વધુ હકદાર છે.!! ત્યારે બીજી બાજુ નાયબ મામલતદારની હડતાળના પગલે મામલતદાર ગળતેશ્વર દ્વારા લુફટર આફ્ટર ચાર્જમાં રેવન્યુ તલાટી (૧) જે.ડી.ગોર ને મહેસુલ શાખા અને સર્કલ ઓફિસર,(૨) કે.એન ખેર ને મતદાર યાદી અને ચૂંટણી શાખા, (૩) એસ.એલ રાઠોડ ને મધ્યાહન ભોજન અને પુરવઠા શાખા, તેમજ (૪) એસ.પી.પટની ને ઇધરા શાખા અને એ.ટી.વી.ટી નો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.