Western Times News

Gujarati News

ગળતેશ્વર મામલતદાર કચેરીમાં અરજદારોની લાંબી કતારોના પગલે મામલતદાર પ્રજાલક્ષી નિર્ણય

ખેડા:ખેડા જિલ્લામાં હાલ કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવાની કામગીરી જોર-શોરથી ચાલી રહી છે. અને  સને ૨૦૧૯-૨૦ માં તા:-૧૫-૧૦-૨૦૧૯ થી તા:- ૨૦-૧૧-૨૦૧૯ સુધી થયેલ વરસાદના કારણે ખેતી પાકોને થયેલ નુકસાન અંગે સરકારશ્રીના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ/ મહેસુલ વિભાગના તા,૨૬-૧૧-૨૦૧૯ થરાવમાં કરેલ જોગવાઈ/શરતોને આધીન સહાય મેળવવા માટે અરજી કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં અરજી સાથે (૧) તલાટી નો વાવેતરનો દાખલો, (૨) ગામનો નમુનો ૭-૧૨ ની નકલ, (૩) બેક પાસબુક ની નકલ, (૪) અરજદાર ના આધારકાર્ડ ની નકલ સામેલ કરવાની હોય છે. જેને લઈને ગળતેશ્વર મામલતદાર કચેરીમાં ગામના નમૂના ૭-૧૨ તથા ૮-અ ની નકલો મેળવવા માટે વહેલી સવારથી ખેડૂતો લાઈન લગાવીને ઓફિસ ખુલવાની રાહ જોઈ રહ્યા હોય છે. ત્યારે અરજદારોને પડતી હલાકીના પગલે ગળતેશ્વર મામલતદાર કચેરીમાં ૭-૧૨ અને ૮-અ ની નકલો મેળવવાની કામગીરી પેહલા એક ઓપરેટર દ્વારા કરવામાં આવી રહી હતી. જ્યારે હવે બીજા એક ઓપરેટરને પણ નકલો આપવાની કામગીરીમાં મૂકી દેવામાં આવ્યો છે. જેને લઈને અરજદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.