ગાંધીનગર કેમ્પસમાં IT ડીપાર્ટમેન્ટ દ્વારા “બિલ્ડ યોર પીસી” વિષય પર પ્રેક્ટિકલ વર્કશોપ યોજાયો
ગાંધીનગર:આજના અત્યાધુનિક ટેક્નોલોજી ના સમય માં, જયારે ભણતર, નાણાકીય વ્યવહાર, સોશ્યિલ મીડિયા, બિઝનેસ વિગેરે મોટા ભાગે ડિઝીટલાઇઝેશન તરફ વળી રહ્યા છે ત્યારે કોમ્પ્યુટર, લેપટોપ અને સમકક્ષ ઉપકરણો નો વપરાશ લગભગ આજે દરેક વ્યક્તિ વ્યાપક પ્રમાણ માં રોજિંદા જીવન માં કરી રહ્યા છે ત્યારે, કોમ્પ્યુટર ના વિવિધ પાર્ટ્સ ની જાણકારી વિદ્યાર્થીઓ ને ઊંડાણપૂર્વક મેળવે અને કેવી રીતે પ્રેક્ટિકલી કોમ્પ્યુટર ફંકશન કરે છે
તે અંગે ની જાણકારી આપવા માટે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી દ્વારા તા ૨૬ ડિસેમ્બર, ૨૦૧૯ ના રોજ “બિલ્ડ યોર પીસી” વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ યોજવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર જાતે બનાવતા તેમ જ રિપેર કરતા શીખે તે હતો.
આ વર્કશોપ માં ૫૦ થી વધુ વિદ્યાર્થીઓ એ ખુબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ એ કમ્પ્યુટર ના વિવિધ પાર્ટ્સ જેમ કે રેમ, મધરબોર્ડ, પ્રોસેસર, હાર્ડ ડિસ્ક, પાવર સપ્લાય, કિયબોર્ડ, માઉસ, કેબિનેટ વિગેરે ને એકત્ર કરી ને કોમ્પ્યુટર ને એસેમ્બલ કરી ઓપરેટિંગ સિસ્ટમ અને નેટવર્ક કનેકશન નું જોડાણ કર્યું હતું. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ ને સર્ટિફિકેટ એનાયત કરી ને તેઓ ને પ્રોત્સાહિત કર્યા હતા.