ગુજરાતમાં કડકડતી ઠંડીની શરૂઆત
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ઉત્તર-પૂર્વ તથા ઉત્તરમાં થયેલ હીમવર્ષાને કારણે ગુજરાતમાં ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. શરીર ધૃજાવે એવી કાતિલ ઠડીથી રક્ષણ મેળવવા લોકો સ્વેટર, ગરમ સાલતથા માથા પર ગરમ ટોપી તથા કાનમાં ઠંડી હવા ન જાય એને શરદીથી બચવા ઉપયોગ કરતા થયા છે. ઠંડીથી બચવા તાપણી પર ઉપયોગ કરતા લોકો નજરે પડે છે. શહરના તાપમાનમાં ગઈકાલે કરતા આંશિક ઘટાડો જાવા મળે છે. પરંતુ ઉત્તર તરફથી વાતા ઠંડા પવનોએ નગરજનો ધૃજી રહ્યા છે. શરીર સ્વાસ્થય માટે લોકો વહેલી સવારે તાજી હવામાં જાગીંગ કરતા, બાગમાં જનારા લોકોની સંખ્યામાં પણ વધારો જાવા મળે છે.
ઠંડી પડતા જ શહેરના સરદારબ્રિજ પર ગરમ કપડાઓ, ખાસ કરીને જર્સી, સ્વેટર, કાનટોપી, ગરમ મોજા, વેચતા ફેરીયાઓ પણ જાવા મળે છે. દર વર્ષે ભરાતા ગરમ કાપડના બજારમાં પણ લોકોની ભીડ જાવા મળે છે. વેપારીઓનું કહેવું છે કે હજુ તો ઠંડીની શરૂઆત છે.
પરતુ ઠડી વધતા જ ધરાકી જામશે. રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં થયેલ વધારા સાથે સાથે ઘણે ઠેકાણે પડેલ માવઠાના મારથી ખેડૂતો વધુ ચિંતીત બન્યા છે.
તેમને દહેશત છે કે માવઠાને કારણે ઉભો પાક પણ નાશ પામશે. હવામાન ખાતાના સુત્રોના જણાવ્યા અનુસાર પારો ૪ ડીગ્રી ઘટે તેવી શક્યતા છે. ઠંડીનું પ્રમાણ વધતા અમદાવાદમાં ૧૬.૪ ડીગ્રી, નલીયામાં ૧૪.ર ડીગ્રી સાથે વધુ ઠંડી નોંધાઈ હતી. પવનની દિશા બદલાતા આગામી દિવસોમાં સુકા અને ઠંડા પવન ફૂંકાશે. વડોદરા, સુરત ૧૬.૬ તથા ૧૭.૮ ડીગ્રી તથા રાજકોટમાં ૧૭.૩ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતુ. મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન ૧૮ ડીગ્રીથી નીચે જાવા મળે છે.