ગુજરાતમાં ઠંડીથી આંશિક રાહત મળવાની સંભાવના
નલિયામાં સૌથી વધુ ઠંડી રહીઃ લઘુત્તમ તાપમાન ૧૩.૪
અમદાવાદ, અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા ભાગોમાં તાપમાનમાં ઉતાર ચઢાવની Âસ્થતિ જારી રહી છે છતાં તીવ્ર ઠંડીનું મોજુ અકબંધ રહ્યું છે. આજે પણ સવારથી જ ઠંડીનું મોજુ રહ્યું હતું. જાકે છેલ્લા બે દિવસની સરખામણીમાં આજે ઓછી ઠંડીનો અનુભવ થયો હતો. એકબાજુ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન આજે રવિવારના દિવસે ૧૭ ડિગ્રી રહ્યું હતું. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે.
હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં હજુ પણ બે ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે. અમદાવાદમાં હવે રાત્રિ ગાળામાં ઠંડીના લીધે ટ્રાફિકની સ્થિતિ ઓછી જાવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વ†ોમાં નજરે પડે છે. વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.
અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાયા હતા અને લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી વધવાના સંકેત છે. હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ઠંડી વચ્ચે લોકો સાવચેતીના પગલારૂપે ગરમ વ†ોમાં સજ્જ દેખાયા હતા. હવામાન વિભાગના કહેવા મુજબ તીવ્ર ઠંડીથી લોકોને રાહત મળી શકે છે.
હવામાનના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસના ગાળા દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર નહીં થાય તેવી શક્યતા છે. આજે કોઈપણ પ્રકારની કોલ્ડવેવની ચેતવણી પણ જારી કરાઈ ન હતી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવ રહેતા લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. રાજ્યમાં સૌથી વધારે ઠંડી આજે પણ નલિયામાં જ રહી હતી જ્યાં પારો આજે રવિવારના દિવસે ૧૩.૪ રહ્યો હતો.
રાજ્યના ઘણા ભાગોમાં આજે પારો ૧૨થી ૧૪ ડિગ્રી વચ્ચે રહ્યો હતો જેમાં ડીસામાં ૧૫.૪, ગાંધીનગરમાં ૧૫ અને વડોદરામાં ૧૭નો સમાવેશ થાય છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા વિસ્તારોમાં નિચલી સપાટી ઉપર ઉત્તરીય પૂર્વથી પૂર્વીય પવાનો ફુંકાવાથી તાપમાનમાં નજીવા ફેરફારની Âસ્થતિ રહેશે. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રીની આસપાસ રહી શકે છે. મોટાભાગે તાપમાનમાં ફેરફાર થશે નહીં.