Western Times News

Gujarati News

ગુજરાત ઠંડુગાર: કોલ્ડવેવની ચેતવણી

અમદાવાદ: નલિયા સહિત ગુજરાતભરમાં કોલ્ડવેવની સ્થિતિ પ્રવર્તી રહી છે જેથી સમગ્ર ગુજરાત ઠંડુગાર બની ગયું છે. મોટાભાગના વિસ્તારોમાં પારો ખુબ જ ગગડી ગયો છે. નલિયામાં લઘુત્તમ તાપમાન ૬ ડિગ્રી થયું છે. રાજ્યના અન્ય ભાગોમાં પણ પારો ૧૦થી નીચે પહોંચ્યો છે જેમાં ડિસામાં ૮.૭, પોરબંદરમાં ૯, રાજકોટમાં ૮.૩, કેશોદમાં ૮.૮, ભુજમાં ૭.૨, નલિયામાં ૬, કંડલા પોર્ટ ખાતે નવ અને એરપોર્ટ ખાતે પારો ૯.૮ ડિગ્રી રહ્યો છે. કોલ્ડવેવની ચેતવણી જારી કરવામાં આવતા લોકો સાવધાન થઇ ગયા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે.

પોરબંદર, રાજકોટ અને કચ્છમાં લોકોની હાલત કફોડી બનેલી છે.  હવામાન વિભાગના કહેવા મુજબ ઠંડીના પ્રમાણમાં હજુ પણ વધારો થઇ શકે છે. અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. અમદાવાદમાં આજે પારો ૧૨.૫ ડિગ્રી રહ્યો હતો. રાજસ્થાનથી ઉત્તરપૂર્વ અરેબિયન દરિયાથી ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે જેના પરિણામ સ્વરુપે તીવ્ર ઠંડી જાવા મળી રહી છે.

 

સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડીના સકંજામાં આવેલું છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણામાં મોટાભાગના વિસ્તારોમાં પારો ત્રણથી લઇને ૫ ડિગ્રીની વચ્ચે રહ્યો છે જેથી જનજીવન ખોરવાયેલું છે. ટ્રેન અને વિમાની સેવા પણ ધુમ્મસના કારણે ખોરવાઈ ગઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આવી જ Âસ્થતિ રહેશે જેમાં પોરબંદર, અમરેલી અને રાજકોટનો સમાવેશ થાય છે. અમદાવાદમાં હવે રાત્રિ ગાળામાં ઠંડીના લીધે ટ્રાફિકની Âસ્થતિ ઓછી જાવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ  વસ્ત્રો નજરે પડે છે.

વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી વધવાના સંકેત છે. હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ નીચે સરકે તેવી આગાહી વ્યકત કરાઇ છે.

અમદાવાદમાં ઠંડીનો ચમકારો રહેતા લોકો ગરમ વસ્ત્રો સજ્જ દેખાયા હતા. ઠંડીમાં એકાએક વધારો થતાં ગરમ વ†ોના બજારમાં જારદાર તેજી જામી છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. હવામાન વિભાગ તરફથી ચેતવણી જારી કરાયા બાદ ઠંડીને લઈને લોકો સજ્જ છે.

અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાયા હતા. અમદાવાદમાં પણ કોલ્ડવેવની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. અમદાવાદમાં આવતીકાલે લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. જાકે નલિયામાં લોકોની હાલત કફોડી બનેલી છે. કોલ્ડવેવની પરિÂસ્થતિ ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, વડોદરામાં રહી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.