ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશમાં રહેતા ભારતીયોને પાછા મોકલીશું: બાંગ્લાદેશ
ઢાકા, બાંગ્લાદેશના વિદેશ મંત્રી એ કે અબ્દુલ મોમેને કહ્યું કે જે પણ ભારતીય ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશમાં ઘુસ્યા છે તેમને પાછા મોકલવામાં આવશે સરકાર તેની તપાસ કરાવશે કે આ લોકોની પાસે કાયદેસર દસ્તાવેજ છે કે નહીં.તેમણે કહ્યું કે જા તે બિન બાંગ્લાદેશી જણાશે તો તેમને પાછા ભારત મોકલવામાં આવશે.
બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ એ પણ કહ્યું કે તે ભારતમાં ગેરકાયદેસર રીતે રહી રહેલ બાંગ્લાદેશીઓને તપાસ બાદ પાછા બોલાવવા માટે તૈયાર છે.તેમણે કહ્યું કે તેની બાબતમાં ભારતીય વિદેશ મંત્રાલયને પણ માહિતી આપવામાં આવી છે.
બાંગ્લાદેશ સીમા પોલીસ અનુસાર ભારતમાં એનઆરસી અને નાગરિકતા કાનુનને લઇ થઇ રહેલ પ્રદર્શન બાદથી સીમા પાર કરનારાઓની સંખ્યા વધી ગઇ છે. પોલીસે ૩૦૦ એવા લોકોને પકડયા છે જે ભારતથી બાંગ્લાદેશમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. બાંગ્લાદેશી વિદેશ મંત્રીએ કહ્યું કે એનઆરસી ભારતનો આંતરિક મામલો છે આવામાં બાંગ્લાદેશ પર તેની કોઇ અસર પડશે નહીં વડાપ્રધાન શેખ હસીનાએ આ મુદ્દાને ન્યુયોર્કમાં વડાપ્રધાનની સાથે દ્વિપક્ષીય બેઠકમાં પણ ઉઠાવ્યો હતો.