ચાંદખેડામાં માથા પર ઈંટ પડતાં શ્રમિકનું મોત
અમદાવાદ: શહેરના છેવાડાના વિસ્તારોમાં ખુબ જ ઝડપથી વિકાસ થઈ રહયો છે અને અનેક નવી કન્સ્ટ્રકશન સાઈટો ચાલી રહી છે ઔદ્યોગિક ક્ષેત્રે વિકસી રહેલા અમદાવાદ શહેરના આસપાસના વિસ્તારોના કારણે અમદાવાદ શહેરનો વ્યાપ પણ વધી ગયો છે આ દરમિયાનમાં કન્સ્ટ્રકશન સાઈટો પર અકસ્માતની ઘટનાઓ પણ વધવા લાગી છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં નવી બંધાઈ રહેલી સાઈટમાં કામ કરતા એક શ્રમિક પર ઈંટ પડતાં ગંભીર ઈજા થવાથી તેનું મૃત્યુ નીપજયું હતું આ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં જગતપુર ગોદરેજ ગાર્ડન સીટી (Construction site at Jagatpur near Godrej Garden city in Chandkheda Police station area of Ahmedabad) ચાર રસ્તાની બાજુમાં સેવી સ્ટુડિયો (Savvy Studioz, Gota, Ahmedabad) નામની નવી સાઈટ પર કન્સ્ટ્રકશનનું કામ ચાલી રહયું છે અને આ સાઈટ પર મોટી સંખ્યામાં શ્રમિકો કામ કરી રહયા છે.
સાઈટ પર જ રહીને કામ કરતા લલિતભાઈ કાળાભાઈ ડામોર (Lalit Kalabhai Damor) નામનો રપ વર્ષીય યુવાન ગઈકાલે સવારના સમયે સાઈટ પર કામ કરતો હતો ત્યારે અચાનક જ ઉપરથી તેના માથા પર ઈંટ પડી હતી જેના પરિણામે માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તે બેભાન હાલતમાં ઢળી પડયો હતો. (brick fallen on head)
લલિતભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા સાઈટ પર કામ કરતા શ્રમિકો દોડી આવ્યા હતાં આ દરમિયાનમાં ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં પરંતુ ત્યાં સારવાર મળે તે પહેલા લલિતભાઈનું મૃત્યુ નીપજયું હતું. ચાંદખેડા પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.