ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય
(એજન્સી) નવી દિલ્હી,
વિદેશ મંત્રાલયએ શુક્રવારે પુષ્ટિ કરી કે ભારત આવતા વર્ષની શરૂઆતમાં ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનની મુલાકાત લે તેવી શક્યતા નથી. સ્ઈછ નો પ્રતિસાદ આજે મહત્વની ICC મીટિંગ પહેલા આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ અગાઉ જણાવ્યું હતું કે ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનની મુલાકાત લેશે નહીં.
ભારતીય ક્રિકેટ ટીમના સંદર્ભમાં બીસીસીઆઈનું વલણ નવી દિલ્હીની ઈસ્લામાબાદ પ્રત્યેની વિદેશ નીતિ સાથે સુસંગત છે કે આતંકવાદ અને રમતગમત એકસાથે ચાલી શકે નહીં. એક પ્રેસને સંબોધતા, સ્ઈછ પ્રવક્તા રણધીર જયસ્વાલને જ્યારે પૂછવામાં આવ્યું કે શું ટીમ ઈન્ડિયા ICC મેચ માટે પાકિસ્તાનની મુલાકાત લેશે, તેમણે કહ્યું, “ભારતીય ક્રિકેટ ટીમ પરપ BCCIએ એક નિવેદન બહાર પાડ્યું છે. તેઓએ કહ્યું છે કે ત્યાં સુરક્ષાની ચિંતાઓ છે