Western Times News

Gujarati News

જનાદેશનો ભંગ કરનારને પ્રજા પાઠ ભણાવે છે : મોદી

બરહી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા દોરના મતદાનથી પહેલા આજે ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. મોદીએ બરહીમાં ચૂંટણી યોજી હતી. મોદીએ પોતાના ભાષણમાં કર્ણાટક પેટાચૂંટણીના પરિણામોનો જારદારરીતે ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, જા ઝારખંડમાં વિકાસની પ્રક્રિયા હાથ ધરવી છે તો ભાજપને પૂર્ણ બહુમતિની સરકારની જરૂર રહેશે. કર્ણાટકમાં રાજકીય સંકટનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, ઝારખંડની પ્રજાની તેઓએ વાત કરી હતી અને કહ્યું હતું કે, જા ત્રિશંકુ પરિણામ આવશે તો કર્ણાટકની જેમ જ અહીં પણ રાજ્યને મુશ્કેલીમાં મુકનાર લોકો આવી જશે. કર્ણાટકમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની હવે શાનદાર જીત થઇ ચુકી છે.

ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતિ મળી ચુકી છે. કર્ણાટકની કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, ભાજપને રોકવા માટે આ લોકોએ જે મુખ્યમંત્રીને સત્તા સોંપી હતી તેમને રોજ બંદૂક બતાવવામાં આવતી હતી. મુખ્યમંત્રી પ્રજાની વચ્ચે વારંવાર રડતા નજરે પડતા હતા. કર્ણાટકના મુખ્યમંત્રીની હાલત અપહરણ કરવામાં આવેલા વ્યક્તિ  કરતા પણ ખરાબ હતી. કોંગ્રેસ ક્યારે પણ ગઠબંધનના વિશ્વાસ ઉપર પાર પડી નથી. આનો મતલબ એ થયો કે, ગઠબંધન અને જનાદેશનો ઉપયોગ કરવામાં આવે છે. સાથી પક્ષોનો ઉપયોગ કથપુતળીની જેમ કરવામાં આવે છે.

તેમણે કહ્યું હતું કે પ્રજાને જ્યારે યોગ્ય શાસન મળતું નથી ત્યારે સમગ્ર રાજ્ય અનિશ્ચિતતામાં ડુબી જાય છે. ઝારખંડમાં સ્થિર  સરકાર બને અને સતત વિકાસ થાય તે જરૂરી છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ સાબિતી આપે છે કે, ચૂંટણીમાં ભાજપને સરકાર બનાવવાની તક મળી હતી પરંતુ કોંગ્રેસે પડદા પાછળ રમત રમીને ભાજપની સરકાર બનવા દીધી ન હતી પરંતુ પ્રજાએ હવે સજા આપી દીધી છે.

મોટાભાગની સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઇ છે. ભારતીય જનતા પાર્ટી ઝડપથી આગળ વધી રહી છે. કર્ણાટકનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, દેશના તમામ રાજ્યો માટે આ એક સંદેશ છે. કોઇ જનાદેશની સામે જશે અને પ્રજા સાથે વિશ્વાસઘાત કરશે તો પ્રથમ તક મળતાની સાથે જ પ્રજા તેને સજા આપશે. કોંગ્રેસ પાર્ટીની વાસ્તવિકતાને ઝારખંડના લોકોને પણ યાદ રાખવાની જરૂર છે. દેશમાં ઉથલપાથલની રાજનીતિ કરનાર નેતાઓને પણ આ મજબૂત સંદેશ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.