જર્જરિત ઓવર હેડ ટાંકી રહેણાંક મકાનના પ્રાંગણમાં પડી
અમદાવાદ, અમદાવાદ જીલ્લામાં જર્જરીત થયેલી પાણીની ટાંકીઓ ઉતારી નાંખવાના તંત્રના આદેશ બાદ અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં તૂટવા જેવી થઈ ગયેલી ટાંકીઓ ઉતારવાની કામગીરીઓ ચાલી રહી છે.
અમદાવાદના ડ્રાઈવઇન સિનેમા પાછળ ટાંકી ઉતરતા સમયે એક દુર્ઘટના થઈ હતી. જર્જરિત ઓવર હેડ ટાંકી રહેણાંક મકાનના પ્રાંગણમાં પડી હતી. જો કે આ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાની થઈ ન હતી. ટાંકી ઉતારવાની કામગિરી AMC દ્વારા ચાલી રહી હતી. સ્ટર્લિંગ હોસ્પિટલ નજીકના સનસેટ રો હાઉસની આ ઘટના બની હતી. કોન્ટ્રાક્ટર એ નુકસાનની ભરપાઇ કરવાની ખાતરી આપી હતી.