જીડીપી ગ્રોથમાં ધીમી વૃદ્ધિ ચિંતાનો વિષય નથીઃ પ્રણવ મુખર્જી
કોલકાતા, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ જણાવ્યુ ંછે કે , હં જીડીપીમાં ધીમી વૃદ્ધિ અંગે ચિંતિત નથી. જે કંઈ પણ બની રહ્યું છે, તેની અસર અર્થવ્યવસ્થા પર આગળ જોવા મળશે. તેમણે કહ્યું કે, આજે સાર્વજનિક ક્ષેત્રની બેન્કોને મૂડીની જરૂર છે અને તેમાં કંઈ ખોટું પણ નથી. મુખર્જીએ કોલકાતામાં ભારતીય આંકડાકીય સંસ્થાના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ૨૦૦૮માં આર્થિક સંકટનો સામનો બેન્કોએ મજબૂતાઈથી કર્યો હતો. ત્યારે કોઈ પણ સાર્વજનિક ક્ષેત્રની બેન્કે પૈસા માટે મારો સંપર્ક નહોતો કર્યો.
પૂર્વ રાષ્ટ્રપતિએ એવું પણ કહ્યું કે, સમસ્યાઓનું સમાધાન લાવવા માટે લોકતંત્રમાં વાતચીત થવી જરૂરી છે. સાથે જ આંકડાઓની પ્રમાણિકતાને તથ્યના રૂપમાં જાળવી રાખવી પણ એટલી જ જરૂરી છે. તેની સાથે ચેડા કરવી યોગ્ય નથી. તેમણે કહ્યું કે,‘ક્યારેક-ક્યારેક હું છાપાઓમાં વાચું છું કે ડેટા પર સવાલ કરાઈ રહ્યા છે, ત્યારે મને દુઃખ થાય છે. યોજના પંચે દેશની અર્થવ્યવસ્થાના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. મને ખુશી છે કે ઘણા કામ હજુ પણ નીતિ પંચ દ્વારા કરાઈ રહ્યા છે’