Western Times News

Gujarati News

જીપ કમ્પાસનું ઉત્પાદન કરતી FCA ઈન્ડિયાના  સંયુક્ત સાહસને ભારત સરકાર તરફથી પુરસ્કાર

ઈઈપીસી ઈન્ડિયા- ક્યુસીઆઈ ક્વોલિટી એવોર્ડસ 2019 પ્લેટિનમ ટ્રોફી ગુણવત્તાના ક્ષેત્રમાં નોંધનીય યોગદાન માટે પુરસ્કૃત કરવામાં આવી

મુંબઈ,એફસીએ ઈન્ડિયા દ્વારા જે પુણે નજીક  રાંજણગાવમાં તેનું વિશ્વ કક્ષાનું ઉત્પાદન સંયુક્ત સાહસ ફિયાટ ઈન્ડિયા ઓટોમોબાઈલ્સ પ્રાઈવેટ લિમિટેડ (એફઆઈએપીએલ) દ્વારા ઈઈપીસી ઈન્ડિયા- ક્યુસીઆઈ ક્વોલિટી એવોર્ડસ 2019 ખાતે લાર્જ એન્ટરપ્રાઈઝ કેટેગરીમાં પ્લેટિનમ ટ્રોફી જીતી હોવાની ઘોષણા કરવામાં આવી છે. આ ગુણવત્તા ઉત્કૃષ્ટતા માટે ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર છે અને ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા હાલમાં યોજાયેલા 50મા ઈઈપીસી ઈન્ડિયન નેશનલ એવોર઼્સ ખાતે એનાયત કરવામાં આવ્યો હતો.

પ્લેટિનમ ટ્રોફી વાણિજ્ય અને ઉદ્યોગના સન્માનનીય રાજ્ય મંત્રી શ્રી હરદીપ સિંહ પુરી દ્વારા ફિયાટ ઈન્ડિયા ઓટોમોબાઈલ્સ પ્રા. લિ.ના કોર્પોરેટ ક્વોલિટીના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ શ્રી એચ કે દ્વિવેદીને આપવામાં આવ્યો હતો.

ઈઈપીસી ઈન્ડિયા ISO 9001: 2015 સંસ્થા છે, જે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલાય દ્વારા ચલાવવામાં આવે છે.

એફસીએની એવોર્ડ વિજેતા જીપ કોમ્પાસ  એફઆઈએપીએલ દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે, જેમાં 80 ટકા સ્થાનિક સ્રોત કરેલા કમ્પોનેન્ટરીનો સમાવેશ થાય છે. સંયુક્ત સાહસ એકમ દુનિયાભરમાં રાઈટ હેન્ડ ડ્રાઈવ (આરએચડી) માર્કેટ્સમાં નિકાસ કરાતી બધી જીપ કોમ્પાસ એસયુવી માટે વૈશ્વિક ઉત્પાદન મૂળ પણ છે. હાલમાં કોમ્પાસ જાપાન, ઓસ્ટ્રેલિયા અને યુકે, સાઉથ આફ્રિકા જેવી પરિપક્વ સહિત 13 આંતરરાષ્ટ્રીય આરએચડી બજારોમાં નિકાસ કરવામાં આવે છે.

એફઆઈએપીએલના પ્રેસિડેન્ટ રવિ ગોગિયાએ જણાવ્યું હતું કે ઈઈપીસી ઈન્ડિયા અને ભારત સરકારના વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રાલય દ્વારા ગુણવત્તા ઉત્કૃષ્ટતા માટે સન્માન અને પુરસ્કાર મળે તે અમારે માટે અત્યંત ગૌરવની વાત છે. અમારું રાંજણગાવનું સંયુક્ત સાહસ એકમ અત્યાધુનિક ઉત્પાદન ટેકનોલોજીઓથી સુસજ્જ છે, જે મેડ ઈન ઈન્ડિયા જીપ કોમ્પાસ અને પાવરટ્રેન્સની ગુણવત્તા ટોચની હોય તેની ખાતરી રાખે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.