Western Times News

Gujarati News

ઝઘડિયા સેવારૂરલનું સ્નેહમિલન ગુમાનદેવ ખાતે યોજાયું

રાજકોટ રામકૃષ્ણ મિશનના સ્વામી નિખીલેશ્વરાનંદ સહીત સેવારૂરલ સાથે છેલ્લા ચાર દાયકા દરમિયાન જોડાયેલ શુભેચ્છકો,ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ: સેવારૂરલ દ્વારા સંચાલિત વિવેકાનંદ ગ્રામીણ ટેક્નિક કેન્દ્ર ગુમાનદેવ ખાતે સેવારૂરલના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સેવારૂરલ સાથે સંકળાયેલા શુભેચ્છકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા રાજકોટ રામકૃષ્ણ મિશનના સ્વામી નિખીલેશ્વરાનંદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સેવા રુરલને ૩૯ વર્ષ પૂર્ણ કરી ૪૦માં વર્ષમાં પ્રવેશની ઉજવણીના ભાગ રૂપે વી.જી.ટી.કે, ગુમાનદેવ(ઝગડીયા) ખાતે તા.૭ ડિસેમ્બરના રોજ ગ્રામીણ કક્ષાના શુભેચ્છકોનું સ્નેહમિલન યોજાયુ હતું.જેમાં સેવા રૂરલ ની શરૂઆતથી આજ દિન સુધી સેવા-રૂરલ સાથે જોડાયેલા આશરે ૩૫૦ જેટલા ગ્રામ્ય કક્ષાના શુભેચ્છકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં આવનાર મહેમાનોએ સેવા રૂરલના વિવિધ વિભાગોનું વીડિયો પ્રદર્શન અને સેવા રૂરલને મળેલ વિવિધ પારિતોષીક નિહાળ્યા હતા.

મહેમાન તરીકે રાજકોટ – રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ સ્વામી નિખીલેશ્વરાનંદજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ સેવા રુરલની ગરીબો કેન્દ્રિત સેવા પ્રવૃત્તિને બિરદાવી, આ પ્રવૃત્તિ ખૂબ આગળ વધે અને હજુ છેવાડાના અતિ ગરીબ સુધી પહોંચે તેવા આશીર્વચન આપ્યા હતા. સેવા રૂરલ હોસ્પિટલમાં થયેલ નવા નવા ફેરફારો, ઉપલબ્ધ  નવી નવી સુવિધાઓ અને આ સેવા કાર્યમાં પડતી તકલીફોની માહિતી સંસ્થાના ટ્રસ્ટી ડો.શ્રેયભાઈ અને ડો. ગાયત્રીબેને આપી હતી. ઉપરાંત શુભેચ્છકોના   કિંમતી સૂચનો પણ સાંભળ્યા હતા અને શક્ય તેટલા સૂચનો નું અમલ કરવાની ખાતરી સેવા-રૂરલે આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.