Western Times News

Gujarati News

ટેક્સ ચુકવવામાં અભિનેતા શાહરૂખ ખાન બોલિવુડમાં સૌથી ઉપર

શાહરૂખ ખાને વર્ષ ૨૦૨૩માં ધૂમ મચાવી દીધી હતી

ફોર્ચ્યુન ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૦૨૪માં સૌથી વધુ ટેક્સ ચૂકવનારાઓની યાદીમાં શાહરૂખ ખાન ટોપ પર હતો

મુંબઈ,
જેવી રીતે ફિલ્મ કેટલી મોટી હિટ છે તે તેના બોક્સ ઓફિસ કલેક્શન પરથી નક્કી થાય છે. તેવી જ રીતે આજના સમયમાં એક સુપરસ્ટાર કેટલું કમાઈ કરે છે, તેનાથી તે દેશનો સૌથી મોટો એક્ટર બનાવે છે. તેની કમાણી, નેટવર્થ અને ટેક્સની ડિટેલ ફેન્સને ચોંકાવી દે છે.જો તમને લાગતું હોય કે દેશમાં સૌથી વધુ ટેક્સ ભરનાર અક્ષય કુમાર અથવા સલમાન ખાન છે, તો તમે ખોટા છો. કારણ કે હવે આંકડા અને સમય બદલાઈ ગયો છે. આ વર્ષે સરકારી તિજોરીમાં સૌથી વધુ ટેક્સ ભરનાર અભિનેતા શાહરૂખ ખાન છે.

જેમણે ગયા વર્ષે બોક્સ ઓફિસ પર કમબેક કર્યું હતું.ફોર્ચ્યુન ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૦૨૪માં સૌથી વધુ ટેક્સ ચૂકવનારાઓની યાદીમાં શાહરૂખ ખાન ટોપ પર હતો. જેમણે રૂ.૯૨ કરોડનો ટેક્સ ભર્યાે હતો. આ પછી બીજું નામ દક્ષિણનું છે. જો તમે પ્રભાસ કે અલ્લુ અર્જુન વિશે વિચારી રહ્યા છો તો તમે બિલકુલ ખોટા છો.સાઉથમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર ફિલ્મ સ્ટારનું નામ છે વિજય થાલાપતિ. જેમણે ૨૦૨૩-૨૦૨૪માં ૮૦ કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો હતો અને તે આ યાદીમાં બીજા નંબર પર હતો.

આ પછી આવે છે સલમાન ખાન જેમણે ૭૫ કરોડ રૂપિયા ટેક્સ ચૂકવ્યો છે અને પછી આવે છે અમિતાભ બચ્ચન જેમણે સરકારને ૭૧ કરોડ રૂપિયા ટેક્સ તરીકે આપ્યા.શાહરૂખ ખાને વર્ષ ૨૦૨૩માં ધૂમ મચાવી દીધી હતી. પઠાણ પ્રથમ જાન્યુઆરી ૨૦૨૩માં રિલીઝ થઈ હતી. પઠાણ ફિલ્મે બોક્સ ઓફિસ પર વિશ્વભરમાં ૧૦૦૦ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું અને પછી જવાન આવી હતી. જવાન ફિલ્મે ૧૧૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પછી વર્ષના અંતે ડંકી રિલીઝ થઈ જેણે લગભગ ૪૦૦ કરોડ રૂપિયા એકઠા કર્યા હતા.આ દિવસોમાં બ્લોકબસ્ટર ફિલ્મોના પ્રોફિટ શેર અને કમાણીએ પણ શાહરૂખ ખાનને સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા બનાવી દીધો છે. જેમણે ભારે નફો કર્યાે હતો. હવે શાહરુખ ખાનની નેટવર્થ પર આવીએ. ૨૦૨૪ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ અનુસાર તેમની કુલ સંપત્તિ ૭૩૦૦ કરોડ રૂપિયા છે અને તેઓ દેશના સૌથી ધનિક લોકોમાંના એક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.