ટેલિકોમ સેક્ટરને કોઇપણ નાણાંકીય રાહત નહીં-૩૬૦૦૦ કરોડની માંગ સ્વીકારાશે નહીં
કટોકટીગ્રસ્ત સેક્ટરની હાલત વધારે ખરાબ થવાના સંકેત જીઓ માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો આંકડો ૧૮૦૦૦ કરોડ
નવીદિલ્હી, બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ સાફ શબ્દોમાં કહ્યું છે કે, ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કાઉÂન્સલ દ્વારા ૩૬૦૦૦ કરોડ રૂપિયાના ઇનપુટ ટેક્સ ક્રેડિટના રિફંડ માટેની ટેલિકોમ કંપનીઓની માંગણીઓને ફગાવી દેવામાં આવશે. આનો મતલબ એ થયો કે, ટેલિકોમ કંપનીઓને કોઇપણ પ્રકારની રાહત સરકાર તરફથી મળનાર નથી. ટેલિકોમ કંપનીઓ હાલમાં ખુબ જ જટિલ સ્થિતિમાંથી પસાર થઇ રહી છે.
ટેલિકોમ સેક્ટર નાણાંકીય કટોકટીમાં છે. આવી સ્થિતિમાં પેકેજની માંગણી સેક્ટર દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ સુશીલકુમાર મોદીની આ વાતથી ટેલિકોમ સેક્ટર માટે કોઇપણ ફાઈનાÂન્સયલ રાહતની આશા પર પાણી ફરી વળ્યું છે. મોદીએ સાફ શબ્દોમાં કહ્યું છે કે, ઇન્ટીગ્રેટેડ જીએસટી પર ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ દ્વારા કોઇપણ પ્રકારની વિચારણા કરવામાં આવી નથી.
જીએસટી કાઉન્સિલ દ્વારા આ મુદ્દા પર હજુ સુધી ધ્યાન આપવામાં આવ્યું નથી. આટલી જંગી રકમ રિફંડ રુપ પરત આપવાનો કોઇ પ્રશ્ન રહેતો નથી. જીએસટી કાઉÂન્સલ દ્વારા આ મુદ્દા ઉપર વિચારણા પણ કરવામાં આવી નથી. આ માંગણીને કોઇ કિંમતે સ્વીકારવામાં પણ આવશે નહીં.
ટેલિકોમ સર્વિસને સરકાર તરફથી પહેલાથી જ રાહત મળી ચુકી છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટનો આંકડો રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ માટે ૧૮૦૦૦ કરોડ રૂપિયાનો છે જ્યારે ભારતી એરટેલ માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો આંકડો ૧૦૦૦૦ કરોડ રૂપિયાનો છે જ્યારે વોડાફોન આઈડિયા માટે આ આંકડો ૮૦૦૦ કરોડ રૂપિયાનો છે. નાણામંત્રાલય સમક્ષ હાલમાં જ આ તમામ પ્રકારની રજૂઆતો કરવામાં આવી ચુકી છે. ટેલિકોમ કંપનીઓ દ્વારા ટેલિકોમ સર્વિસ ઉપલબ્ધ કરાવવા ઉપોયગ કરવામાં આવતા આવા સાધન પર ચુકવવામાં આવતા ટેક્સના રિફંડની માંગણી કરવામાં આવી રહી છે.
ભારતી એરટેલ અને વોડાફોન દ્વારા એડજસ્ટ ગ્રોસ રેવેન્યુ (એજીઆર)ના ૮૯૦૦૦ કરોડ રૂપિયા ઉભા કરવા માટે ફંડ એકત્રિત કરવામાં આવે છે. ટેલિકોમ સેક્ટરને સુશીલકુમાર મોદીના નિવેદન બાદ મોટો ફટકો પડ્યો છે. ટેલિકોમ કંપનીઓ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવનાર નથી. કોઇપણ પ્રકારની જીએસટી રાહત મળનાર નથી. ભારતી એરટેલ અને વોડાફોનને ૮૯૦૦૦ કરોડ રૂપિયા એજીઆર આધારિત દેવાની ચુકવણી કરવાની જરૂર દેખાઈ રહી છે. રાઉટર્સ માટે આયાત ડ્યુટી પર સ્પષ્ટીકરણ કરવામાં આવી ચુક્યું છે. ટેલિકોમ સેક્ટર દ્વારા બજેટ પહેલા રાહતની માંગ કરાઈ રહી છે.