ડુંગળી હજુ વધુ બે મહિના સુધી રડાવશે: ઉત્પાદન ખુબ ઘટી ગયુ
ડુંગળીની ઉંચી કિંમતોને લઇ હાલ સંસદથી મંડીઓ સુધી જોરદાર ઘમસાણની સ્થિતિ વચ્ચે સ્થિતિ હળવી ન બનવાની વકી: ભાવ કાબુમાં લેવાના પ્રયાસો |
નવી દિલ્હી, અતિ જીવનજરૂરી ડુગંળીની છુટક કિંમતો ૧૦૦થી ૧૨૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઇ છે ત્યારે મોંઘી ડુંગળીને લઇને સંસદથી મંડીઓ સુધી જારદાર ઘમસાણની સ્થિતિ રહેલી છે. આવી ઘમસાણની સ્થિતિ વચ્ચે તમામ સામાન્ય લોકો માટે વધુ નિરાશાજનક સમાચાર આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ ડુંગળી હજુ વધુ બે મહિના સુધી રડાવી શકે છે. જ્યાં સુધી નવા પાકનો જથ્થો બજારમાં નહીં આવે ત્યાં સુધી કિંમતો નીચે આવશે નહીં. સૌથી ચિંતાજનક બાબત એ રહી છે કે આ વખતે ડુંગળીનુ ઉત્પાદન એકદમ ઓછુ રહ્યુ છે. સાથે સાથે વરસાદના કારણે ડુગંળીના પાકને ભારે નુકસાન થયુ છે. હોટેલો અને રેસ્ટોરન્ટની થાળીથી જ નહીં બલ્કે ઘરના રસોડામાંથી પણ ડુંગળી ગાયબ થઇ રહી છે. લોકો ડુંગળી ખરીદી તો કરવા માટે ઇચ્છુક હોય છે પરંતુ ભાવ સાંભળીને પરત આવી જાય છે. બજારમાં હાલમાં સારી ગુણવત્તાવાળી ડુગળી હાલમાં ૧૩૦ રૂપિયા કિલોથી લઇને ૧૪૦ રૂપિયા કિલોના ભાવે વેચાઇ રહી છે.
મહારાષ્ટ્રની મંડીઓમાં લાલ ડુંગળી (ખરીફ)ની આવક મર્યાદિત થયેલી છે. આ કારણસર ભાવ ઉંચા રહેલા છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે મોંઘી ડુંગળી ગ્રાહકોને હજુ બે મહિના સુધી રડાવી શકે છે. રવિ પાકના ડુગળીની આવક ફેબ્રુઆરી મહિનાથી શરૂ થનાર છે. ત્યારબાદથી ડુંગળીના ભાવ સ્થાનિક બજારમાં ઓછા થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે દેશમાં ડુંગળીની સૌથી વધારે ઉપજ મહારાષ્ટ્રમાં થાય છે. મોનસુન દરમિયાન આ વખતે વધારે વરસાદ અને પુરના કારણે ડુંગળીના પાકને ભારે નુકસાન થયુ છે.
નવેમ્બરમાં થયેલા કમોસમી વરસાદના કારણે ડુંગળીના પાકને ભારે નુકસાન થયુ છે. મહારાષ્ટ્રની મંડીઓમાં માગંણીની તુલનામાં પુરવઠો ઓછો રહેલો છે. જેના કારણે ભાવ આસમાને રહેલા છે. ઉત્પાદન હાલમાં ખુબ ઓછુ રહ્યુ છે. તે પણ એક કારણ તરીકે છે. વિરોધ પક્ષો જારદાર રીતે હોબાળો મચાવી રહ્યા છે ત્યારે સરકારની સામે પણ કેટલાક નવા પડકારો ઉભા થઇ ગયા છે. આ વખતે મોનસુનમાં એક મહિના વિલંબથી શરૂઆત થતાં ડુંગળીની વાવણીમાં વિલંબ થયો હતો. સાથે સાથે ગયા વર્ષની સરખામણીમાં ઓછા વિસ્તારમાં વાવણી પ્રક્રિયા થઇ છે જેથી ઉત્પાદન ઘટી ગયું હતું.
નવા પાકનો જથ્થો બજારમાં આવવામાં વિલંબ થયો છે. કર્ણાટક, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ભારે વરસાદ થયો છે જેથી ડુંગળીને ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં પુરના કારણે પણ મોટા પ્રમાણમાં ડુંગળીના જથ્થાને નુકસાન થયું છે. ડુંગળીની કિંમતોને કાબૂમાં લેવા માટે સરકારે પ્રથમ વખત ડુંગળી માટે ૫૭૦૦૦ ટન બફર સ્ટોકનો જથ્થો બનાવ્યો છે જે રાજ્ય સરકારોએ જ્યારે અને જેટલા પ્રમાણમાં ડુંગળીની માંગ કરી છે તેમને સસ્તા દરે તેટલા પ્રમાણમાં ડુંગળી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ૨૯મી સપ્ટેમ્બરના દિવસે સરકારે ડુંગળીની નિકાસ ઉપર સંપૂર્ણપણે બ્રેક મુકી દીધી હતી.ખાદ્યાન્નમંત્રી રામવિલાસ પાસવાને કહ્યું છે કે, ડુંગળી અને અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓની કિંમતોને કાબૂમાં લેવા બનતા તમામ પ્રયાસો થઇ રહ્યા છે.
ડુંગળી મોંઘી થવા માટે અનેક કારણો રહેલા છે. પાસવાને આ કારણો પણ દર્શાવ્યા હતા. ઇજિપ્ત અને તુર્કીમાંથી મંગાવવામાં આવેલા ડુંગળીનો જથ્થો ૧૫મી ડિસેમ્બર સુધી મળી જશે.પાસવાને કહ્યું હતું કે, બજારમાં ડુંગળીની વધતી જતી કિંમતોને નિયંત્રિત કરવા માટે સરકાર દ્વારા તમામ પગલા લેવા રહ્યા છે. ભારત ભલે દુનિયાભરમાં ડુંગળીના સૌથી મોટા ઉત્પાદક દેશ તરીકે છે પરંતુ પ્રતિ હેક્ટર ઉત્પાદકતા ખુબ ઓછી રહેલી છે. કુલ ઉત્પાદન પ્રતિ હેક્ટર ટનની વાત કરવામાં આવે તો અમેરિકામાં કુલ ઉત્પાદન ૩૭.૩ લાખ ટન છે. જ્યારે ભારતમાં કુલ ઉત્પાદન ૧૭.૧૭ લાખ ટનની આસપાસ છે. જ્યારે ઉત્પાદકતા ટન પ્રતિ હેક્ટર ૨૨૪.૩ છે.