તબ્બુનો મેક અપ જોઇને તેના પર ફેન્સ ભડક્યા
તબ્બુ હાલમાં ફિલ્મ Crewમાં જોવા મળી હતી
હાલમાં તબ્બુએ એક મેગેઝીન કવર માટે ફોટોશૂટ કરાવ્યુ છે, આ તસવીરો હાલમાં સોશિયલ મિડીયામાં રિલીઝ થઇ છે
મુંબઈ,
તબ્બુ હાલમાં ફિલ્મ ક્›માં જોવા મળી હતી. આ ફિલ્મને ફેન્સનો જબરજસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. રિલીઝ થયા પછી આ મુવી સતત બોક્સઓફિસ પર સારી કમાણી કરી રહી છે. જો કે હાલમાં તબ્બુ એના નવા ફોટોશૂટને લઇને ચર્ચાનો વિષય બની છે. આ ફોટોશૂટમાં તબ્બુને ઓળખવામાં તમે પણ થાપ ખાઇ જશો. એક્ટ્રેસનો મેક અપ લુક જોઇને ફેન્સ પણ ભડક્યા છે. આ ફોટોશૂટમાં તબ્બુએ એવો મેક અપ કર્યો છે જે સોશિયલ મિડીયામાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં તબ્બુએ એક મેગેઝીન કવર માટે ફોટોશૂટ કરાવ્યુ છે.
આ તસવીરો હાલમાં સોશિયલ મિડીયામાં રિલીઝ થઇ છે. આ તસવીરોમાં તબ્બુ બ્લેક અને વ્હાઇટ કલરની સ્ટ્રિપ પ્રિન્ટ વાળા આઉટફિટમાં જોવા મળી રહી છે. આ સાથે એક્ટ્રેસે પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે કાનમાં સિલ્વર ઇયરરિંગ્સ પહેરી છે. આ તસવીરોમાં ફેન્સને તબ્બુનો મેક અપ એકદમ હાઇલાઇટેડ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને એક્ટ્રેસે વાદળી રંગનો આઇશેડો કર્યો છે જેને લઇને ટ્રોલ થઇ છે. ફેન્સની નજર વાદળી રંગના આઇશેડા પર ટકી ગઇ છે. હવે ટ્રોલર્સ ટ્રોલ કરી રહ્યા છે.
આટલું જ નહીં, એક યુઝર્સે તબ્બુની આ તસવીરો પર કોમેન્ટ કરતા લખ્યુ છે કે કોઇ પણ ખૂબસુરત વ્યક્તિ માટે ભદ્દો મેક અપ અને તસવીરો. આ સાથે બીજા એક યુઝર્સે કોમેન્ટમાં લખ્યુ છે કે શું આ જાણી જોઇને આવું કરી રહ્યા છે? શું બકવાસ છે? આ સાથે યુઝર્સે જાતજાતની કોમેન્ટ્સ કરી છે.આમ, ળેન્ડસ સતત તબ્બુની આ તસવીરો પર રિએક્ટ કરી રહ્યા છે.
જો કે કેટલાક ફેન્સને તબ્બુનો આ લુક ખૂબ પસંદ પડી રહ્યો છે. આ સાથે અનેક લોકો વખાણ પણ કરી રહ્યા છે. જો કે હાલમાં તબ્બુ crew મુવીની સકસેસને એન્જોય કરી રહી છે. આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. આ ફિલ્મમાં તબ્બુ, કરીના કપૂર અને કૃતિ સેનન છે. આ ત્રણેય એક્ટ્રેસ એર હોસ્ટેસની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.ss1