Western Times News

Gujarati News

તિબેટીયન માર્કેટ GMDC ખાતેથી મહીલાનાં પર્સની ચોરી કરી ભાગતી મહીલા ઝડપાઈ

File

અમદાવાદ: જીએમડીસીમાં આવેલી ગરમ કપડાંના બજાર તિબેટીયન માર્કેટમાં ભીડનો લાભ ઉઠાવી ચોરી કરતી નરોડાની એક મહીલાને ઝડપી લેવાઈ છે જ્યારે બીજી એક મહીલા ફરાર થવામાં સફળ રહી છે જાગૃત મહીલાએ તુરત પોલીસનો સંપર્ક આધી આ ચોર મહીલાને પોલીસને હવાલે કરી છે.

જેના ગોદરેજ ગાર્ડન સીટી ગોતા (resident of Godrej Garden city, Gota, ahmedabad, Gujarat)  નજીક રહે છે પચ્ચીસ વર્ષીય જુલીપ્રિયા પોતાની મિત્ર સાથે સાંજે સાડા પાચ વાગ્યે જીએમડીસી ખાતે આવેલી તિબેટીયન માર્કેટ ખરીદી કરવા ગઈ હતી એ વખતે ભીડમાં કોઈએ તેના પર્સ ખેચવાનો પ્રયત્ન કર્યો હોવાનું તેને લાગ્યુ હતુ તપાસ કરતા બે હજારની રોકડ ઉપરાંત અન્ય દસ્તાવેજા ભરેલુતેનુ પર્સ ગાયબ હતુ.

જેથીતુરત તે કંટ્રોલ રૂમમાં પહોચી સીસીટીવી ફુટેજમાં તપાસ્યા હતા તેમા બે મહીલા સતત તેનો પીછો કરતી દેખાઈ હતી જેમાંથી એકે તેની બેગની ચેન ખોલીને પર્સ કાઢી લીધુ હતુ આ મહીલાની તુરત તપાસ કરતા તિબેટીયન માર્કેટમાંથી જ મહીલા મળી આવી હતી

બાદમા તેને ઝડપીને પોલીસને સોપવામા આવી હતી તપાસમાં તે મફતનગરની ચાલી નરોડા ખાતે રહેતી રેખા રાજુ મરાઠી અને ફરાર મહીલા સાવીત્રી મહેશભાઈ હોવાનુ ખુ્‌લ્યુ છે. (Resident of Mafatnagar, Naroda, Rekha Raju Marathi and Savitri Maheshbhai)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.