તોફાનગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન પુનઃ ધબકતુ થયું
(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરના શાહઆલમ સહિત કેટલાક વિસ્તારોમાં ગઈકાલે રેલી દરમિયાન તોફાની તત્વોએ ટોળામાં ઘુસી પથ્થરમારો કરતા પરિÂસ્થતિ વણસી હતી અને પોલીસકર્મીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેના પગલે બપોર બાદ આ વિસ્તારોમાં અરાજકર્તાનો માહોલ જાવા મળતો હતો ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તાત્કાલિક આ વિસ્તારમાં બળપ્રયોગ વાપરી તોફાની ટોળાઓને વિખેરી નાંખ્યા બાદ રાતભર રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ કર્યું હતું જેના પગલે અન્ય કોઈ અનિચ્છનીય ઘટના ઘટી ન હતી આ દરમિયાનમાં આજે સવારે આ તમામ વિસ્તારોમાં જનજીવન રાબેતા મુજબ જાવા મળ્યુ હતું અને દુકાનો તથા બજારો ખુલી જતા લોકો જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદતા જાવા મળ્યા હતાં.
અમદાવાદ શહેરમાં નાગરિકતા બીલના વિરોધમાં ગઈકાલે શાંતિપૂર્ણ રીતે થઈ રહેલા દેખાવો દરમિયાન અચાનક જ તોફાનો શરૂ થઈ ગયા હતા જેના પગલે જારદાર પથ્થરમારો કરવામાં આવ્યો હતો આ ઘટનાથી પોલીસ અધિકારીઓ હરકતમાં આવ્યા હતાં તોફાની ટોળાઓએ કરેલા પથ્થરમારામાં ર૧ જેટલા પોલીસ કર્મીઓ ઘવાયા હતા.
જાકે પોલીસ અધિકારીઓ દ્વારા આ સમગ્ર વિસ્તારમાં પુનઃ શાંતિ સ્થપાય તે માટે વધુ બંદોબસ્ત ફાળવ્યો હતો અને રાજયના પોલીસવડાએ એસઆરપીની બે ટુકડીઓ ફાળવતા સશ† બંદોબસ્ત ગોઠવી દેવાયો છે આ તમામ વિસ્તારોમાં પોલીસ અધિકારીઓ દ્વારા રાતભર તોફાની તત્વોને ઝડપી લેવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી.
તોફાનગ્રસ્ત વિસ્તારોમાં શાંતિ જળવાઈ રહે તે માટે આજે સતત બીજા દિવસે પોલીસતંત્રને સ્ટેન્ડ ટુ નો આદેશ આપી દેવામાં આવ્યો છે સાથે સાથે આ તમામ વિસ્તારોમાં સશસ્ત્ર જવાનોનું પેટ્રોલીંગ કરવામાં આવી રહયું છે જેના પગલે નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે. અચાનક જ થયેલા તોફાનથી સ્થાનિક નાગરિકો પણ ગભરાઈ ગયા હતાં પરંતુ પોલીસ બંદોબસ્તના પગલે મોડી રાતથી જ આ સમગ્ર વિસ્તારમાં સંપૂર્ણ શાંતિ જાવા મળી હતી.
ગઈકાલના બંધ ના એલાન બાદ આજે સવારે તમામ વિસ્તારોમાં દુકાનો અને બજારો રાબેતા મુજબ ખુલી ગયા હતાં અને નાગરિકો પણ ખરીદી કરવા માટે ઘરની બહાર નીકળ્યા હતા જાકે ગઈકાલના તોફાનના પગલે આ તમામ વિસ્તારમાં આજે સવારથી અજંપાભરી શાંતિનો માહોલ જાવા મળી રહયો છે.
રાબેતા મુજબ જનજીવન ધબકતું થતુ હજુ આજનો દિવસ શાંતિપૂર્ણ રીતે પસાર થયા બાદ જ જાવા મળશે. પોલીસ અધિકારીઓએ આ વિસ્તારમાં ચાંપતી નજર રાખી કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. બીજીબાજુ નાગરિકોને પણ શાંતિ જાળવવા પોલીસ અધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે.