દાહોદના નાથુડી ગામના જંગલમાંથી બિમાર હાલતમાં દીપડાનો વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું
દે.બારીઆ, દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકામાં આવેલ નાથુડી ગામના જંગલમાંથી બિમાર હાલતમાં મળી આવેલ દીપડાને ગામ લોકો દ્વારા જોઈ દેવગઢબારિયા વનવિભાગને જાણ કરતા વનવિભાગ અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે વનવિભાગની પૂરી ટીમ દ્વારા નાથુડી ગામના જંગલમાં બિમાર હાલતમાં પડેલ દીપડાનું રેસ્કયું કરી પાંજરામાં પૂરીને સારવાર અર્થે દેવગઢબારિયા ખાતે ખસેડવામાં આવ્યો હતો. (મઝહર અલી મકરાણી, દેવગઢ બારિયા)