દાહોદ ચિલ્ડ્રન હોમના બાળકની અનેરી સિદ્ધિઃ ૧૦૦ મીટર દોડ માટે દિલ્હી જશે
દાહોદ:દાહોદ ચિલ્ડ્રન હોમનાં બાળકે ૧૮ મી એ ૧૦૦ મીટર દોડ માટે રાષ્ટ્રકક્ષાએ દિલ્હી ભાગ લેવા જશે તે બદલ શુભેચ્છા પાઠવતા સિડબ્લ્યુસીના ચેરમેન નરેન્દ્રભાઈ સોની, રાષ્ટ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા ચિલ્ડ્રન હોમમાં રહેતા બાળકોમાં રહેલી ઉત્કૃષ્ટ પ્રતિભાઓને પોતાની પ્રતિભા બતાવવાનો એક સારો મોકો મળી રહે તેવા શુદ્ધ આશયથી દર વર્ષે હોસલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
જેમાં સમગ્ર ભારત દેશમાંથી વિવિધ રાજ્યોના ચિલ્ડ્રન હોમના બાળકો ભાગ લેતા હોય છે. જેમાં હોસલા 2019માં ચિલ્ડ્રન હોમ દાહોદ થી ૧૦૦(સો)મીટર દોડ માટે અમિત રમેશભાઈ ચારેલ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાના છે.
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી એસ. કે તાવીયાડ અને બાળ કલ્યાણ સમિતિ ના ચેરમેન શ્રી નરેન્દ્ર સોની દ્વારા બાલ કલ્યાણ સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારીઓ અને કર્મચારીઓ અધીક્ષકશ્રી ચિલ્ડ્રન હોમ દાહોદ ની ઉપસ્થિતિમાં શુભેચ્છા પાઠવતું કાર્યક્રમ કરવામાં આવ્યું હતું
ચેરમેનશ્રી નરેન્દ્ર સોની દ્વારા બાળકને પ્રોત્સાહક પ્રવચન દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી એસ.કે તાવીયાડ દ્વારા હોસલા 2019 કાર્યક્રમ અંતર્ગત બાળકને જરૂરી એવા સૂચનો આપવામાં આવી હતી.