દીકરીને યાદ કરીને ઈમોશનલ થઈ જતા હતા અભિષેક બચ્ચન
ડાયરેક્ટર સુજિતે કર્યા ખુલાસા
તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં અભિષેકે દીકરી આરાધ્યા વિશે વાત કરતાં કહ્યું કે, ‘આઈ વોન્ટ ટુ ટાક ફિલ્મની કહાની પિતા અને દીકરી પર છે
મુંબઈ,
ડાયરેક્ટર સુજિત સરકારે ખુલાસો કર્યાે છે કે, તેની ફિલ્મ આઈ વોન્ટ ટુ ટાકની શૂટિંગ દરમિયાન અભિષેક બચ્ચન દીકરી આરાધ્યાને યાદ કરીને ઈમોનશન થઈ જતો હતો. ડાયરેક્ટર સુજિતે કહ્યું કે, આ ફિલ્મ પિતા-દીકરીના સંબંધ પર આધારિત છે. જેના કારણે ફિલ્મના શૂટિંગ દરમિયાન અભિષેકને તેની ૧૩ વર્ષની દીકરીની વધુ યાદ આવતી હતી. ડાયરેક્ટર સુજિતે કહ્યું કે, શૂટિંગ દરમિયાન એવી ઘણી પળો હતી કે, જ્યાં અભિષેક ભાવુક થયો હતો. ઓનસ્ક્રિન દીકરી સાથેના ઈમોશનલ સીન્સ દરમિયાન અભિષેક તેની દીકરી આરાધ્યા વિશે વિચારતો હતો. મને ખબર છે કે, ક્યારેક-ક્યારેક અભિષેક મને જણાવતો ન હતો. પરંતુ મને ખબર છે કે તેને આની અસર થતી હતી.
આઈ વોન્ટ ટુ ટાક ફિલ્મ ૨૨ નવેમ્બરે રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મમાં અભિષેક ઉપરાંત અહિલ્યા બમરુ, જોની લીવર અને પર્લ ડે પણ મુખ્ય ભૂમિકામાં દેખાયાં. જો કે, સુજિત સરકાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકી ન હતી.તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં અભિષેકે દીકરી આરાધ્યા વિશે વાત કરતાં કહ્યું કે, ‘આઈ વોન્ટ ટુ ટાક ફિલ્મની કહાની પિતા અને દીકરી પર છે. જેમાં પિતા પાસે જીવવા માટે માત્ર ૧૦૦ દિવસ હોય છે અને પિતા દીકરીને કરેલા વાયદા પૂરા કરવા ઈચ્છે છે. જેમાં એ દીકરી પૂછે છે કે શું તમે ડાન્સ કરશો?’ મને લાગે છે કે, કોઈપણ પિતા માટે તેની દીકરીના લગ્ન જ સૌથી મોટી પળ હોય છે, એક પિતાનું સપનું હોય છે કે તે પોતાની દીકરીના લગ્નમાં ડાન્સ કરે. તેમણે કહ્યું કે, ‘મારી દીકરી હજુ નાની છે, પરંતુ એક પિતા તરીકે હું ફિલ્મના ઈમોશનને ફિલ કરું છું. મારી દીકરી સાથે રહેવા મારે જે કરવું પડશે તે હું કરીશ.’