દેશના યુવાનો અંધાધૂંધીથી નફરત કરે છે : નરેન્દ્ર મોદી
નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના માસિક કાર્યક્રમ મન કી બાતમાં કહ્યું હતું કે, દેશના યુવાનો અરાજકતા પ્રત્યે નફરત છે. તેમણે કહ્યું હુતં કે, દેશના યુવાનો અંધાધૂંધી અને અસ્થિરતાથી ચિડાઈ ગયા છે. છેલ્લા કેટલાક દિવસોથી સીએએને લઇને થયેલા હિંસક પ્રદર્શનોમાં વિદ્યાર્થીઓનો ઉલ્લેખ કર્યા બાદ વડાપ્રધાનનું આ નિવેદન આ સંદર્ભમાં જાવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આવનાર દશકમાં ગતિ આપવા માટે તે લોકો સક્રિય ભૂમિકા ભજવશે જે લોકોનો જન્મ ૨૧મી સદીમાં થયો છે. જેઓ આ સદીના મહત્વપૂર્ણ પ્રશ્નોને સમજીને મોટા થયા છે. આવા યુવાનોને આજે ઘણા નામોથી ઓળખવામાં આવે છે. કેટલાક લોકો તેમને મિલેનિયલ કહે છે તો કેટલાક લોકો જેન જેડ અથવા તો જનરેશન જેડના નામથી ઓળખે છે. એક વાત તો લોકોના દિમાગમાં બેસી ગઈ છે આ લોકો સોશિયલ મિડિયા જનરેશન છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષના અંતિમ રવિવારે ૬૦મી વખત રેડિયો કાર્યક્રમ મન કી વાતમાં સંબોધન કર્યું. તેમણે લોકોને નવા વર્ષની શુભકામના પાઠવી. મોદીએ કહ્યું કે આપણા દેશના યુવાઓને અરાજકતા પ્રત્યે નફરત છે. તેઓ જાતિવાદ, પોતાનું-પારકું, સ્ત્રી-પુરુષના ભેદભાવને પસંદ કરતા નથી. નવી પેઢી આધુનિક છે.
નવા વર્ષ અને દાયક માટે સંકલ્પ લેવો જોઈએ. વડાપ્રધાને લોકોને લોકલ પ્રોડકટ્સ ખરીદવાનો આગ્રહ પણ કર્યો છે. મોદીએ કહ્યું કે, ‘આપણે બે દિવસ પછી ૨૧મી સદીના ત્રીજા દાયકમાં પ્રવેશીશું. આપણા દેશના યુવાનોને અરાજકતા પ્રત્યે નફરત છે. તે જાતિવાદ, સ્ત્રી પુરુષ આ પ્રકારના ભેદભાવોને પસંદ કરતા નથી. આપણે જોઈએ છીએ કોઈ સિનેમા એરપોર્ટમાં લાઈનમાં વચ્ચે ઘુસી જાય છે તો યુવાનો સૌથી પહેલા તેને ટોકે છે. યુવાનોમાં નવા વિચારો વિકસી રહ્યા છે. સ્વામીવિવેકાનંદે કહ્યું હતું કે મારો વિશ્વાસ યુવા પેઢી પર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આમાંથી જ સારા માણસો નીકળશે.