Western Times News

Gujarati News

દેશમાં વિસ્ફોટક સ્થિતિ : યુપી સહિત અનેક રાજ્યોમાં હિંસાનું તાંડવ

Gorakhpur, UP

મેરઠ: નાગરિક કાનૂનને લઇને દેશભરના મોટાભાગના શહેરોમાં હિંસક વિરોધ પ્રદર્શનનો દોર જારી રહ્યો છે. આજે જુદા જુદા ભાગોમાં આગ, પથ્થરબાજી અને ગોળીબારની ઘટનાઓ જાવા મળી હતી. પાટનગર દિલ્હીમાં મોડી સાંજે આગ અને તોડફોડની ઘટનાઓ ફરી એકવાર બની હતી. બીજી બાજુ ઉત્તરપ્રદેશના કાનપુર, મેરઠ, ફિરોઝાબાદ, ગોરખપુર અને મુઝફ્ફરનગર સહિત અન્ય જિલ્લાઓમાં ફરીવાર હિંસાની શરૂઆત થઇ હતી.

દિલ્હીમાં પણ દરિયાગંજ સહિતના વિસ્તારોમાં જારદાર હિંસા જારદાર હિંસા થઇ હતી. ફિરોઝાબાદ નાલબંધ વિસ્તારમાં હિંસા દરમિયાન એક તોફાની તત્વને ગોળી વાગી હતી. બીજી બાજુ દેશના અન્ય ભાગોમાં પણ વિરોધ પ્રદર્શન રહ્યા હતા. મેરઠથી પ્રાપ્ત અહેવાલ મુજબ પોલીસને  સ્થિતિને  કાબૂમાં લેવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

મઝફ્ફરનગર અને મેરઠમાં પણ આજે નમાઝ બાદ કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શનની શરૂઆત કરી હતી. પથ્થરમારા અને આગની ઘટનાઓ દેશના જુદા જુદા ભાગોમાં બની હતી. કાનપુર સ્થિતિ   હલીમ મુસ્લિમ  કોલેજથી યતિમખાનાની તરફ મોં પર કપડા બાંધીને ટોળા ઉમટી પડ્યા હતા. નમાઝ બાદ યુવાનોને પોલીસ પર પથ્થરમારો કરવાની ફરજ પડી હતી. આશરે એક લાખથી વધુ લોકોના ટોળાએ તોફાન મચાવીને  સ્થિતિ  તંગ કરી હતી. અનેક ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી. આની સાથે સાથે તોફાની તત્વો ફુલબાગની તરફ પણ વધ્યા હતા. કાનપુરમાં ગ્વાલટોલીમાં સેંકડો લોકોએ દેખાવો કર્યા હતા.

દેખાવો દરમિયાન ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો. અયોધ્યામાં કલમ ૧૪૪નો ભંગ કરીને જુલુસ કાઢવામાં આવ્યા હતા. આ જુલુસમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા જેથી તંગ સ્થિતિ  રહી હતી. સબરજીત મંડીથી યુવાનો દેખાવો કરીને બહાર નિકળ્યા હતા. બહરાઈચમાં નમાઝ અદા કરવામાં આવ્યા બાદ લોકોએ પોલીસ ટીમ ઉપર પથ્થરમારો કર્યો હતો. બચાવમાં પોલીસે ભીડ ઉપર ગોળીબાર અને ટીયરગેસના સેલ છોડ્યા હતા.


દેશના જુદા જુદા વિસ્તારોમાં પણ ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં નમાઝ બાદ નમાઝી લોકો પ્રદર્શન ઉપર ઉતરી ગયા હતા. અલીગઢમાં પોલીસ પર પથ્થરમારો કરાયો હતો. શાહ જમાલ ઇદગાહ ઉપર દેખાવકારોએ ગોળીબાર કર્યો હતો. લખનૌમાં સ્થિતિ  પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

બુલંદ શહેરમાં પણ ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. વારાણસીમાં  સ્થિતિને  કાબૂમાં લેવા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. ઉત્તરપ્રદેશમાં ગોળીબારની ઘટનામાં આઠથી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળ્યા છે. શાંતિપૂર્ણ દેખાવનો દોર છેલ્લા બે દિવસથી હિંસામાં ફેરવાઈ જતાં અફડાતફડી મચી ગઈ છે.

સાથે સાથે અજંપાભરી સ્થિતિ  ફેલાઈ ગઈ છે. કાનપુર, મુઝફ્ફરનગર સહિત ઉત્તરપ્રદેશના વિવિધ વિસ્તારોમાં આગ, પથ્થરબાજી અને ગોળીબારની ઘટનાઓ બની છે. ઉત્તરપ્રદેશની સાથે સાથે દિલ્હી અને અન્ય વિસ્તારોમાં પણ વિરોધ પ્રદર્શનનો દોર જારી રહ્યો છે. નાગરિક કાનૂનને પરત લેવાની માંગ કરવામાં આવી રહી છે. દિલ્હીમાં ૧૦થી વધુ મેટ્રો સ્ટેશનને આજે પણ બંધ રાખવામાં આવ્યા હતા. દિલ્હીગેટ, ચાવડી બજાર, જામા મુસ્લિમ, જામિયા મિલિયા ઇસ્લામિયા, જાફરાબાદ, લાલ કિલ્લા, જાહરી એન્કલેવ, શિવવિહાર, દિલસાદ ગાર્ડનમાં પણ સુરક્ષા મજબૂત કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.