ધનસુરાના જામઠા પ્રાથમિક શાળામાં એચ.ટાટ આચાર્યની બદલીથી ગ્રામજનોમાં રોષ
અરવલ્લી :અરવલ્લી જિલ્લા ના જામઠા પ્રાથમિક શાળાના એચ.ટાટ આચાર્ય પિનલભાઈ પટેલ ની તંત્ર ધ્વારા એકા એક બદલીના આદેશ થી ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો.જેને લઈ ગ્રામજનો એ ગામના મંદિરે ભેગા થઈ બદલી ના વિરોધમાં બેનરો સાથે સુત્રોચ્ચાર કરી રેલી કાઢી હતી. જો બદલી નહી રોકવામાં આવે તો ગ્રામજનોએ આગામી સમયમાં આમરણાંત ઉપવાસ, ધરણાં કરવાની ચિમકી ઉચ્ચારી છે.
સાથે ગાંધી ચિંધ્યા માર્ગ પર લડત આપવાની સાથે શાળામાં તાળાબંધી કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.ગ્રામજનો ના મત અનુસાર શાળામાં નવા આચાર્ય ની નિમણૂક થતાં શાળાનો વિકાસ સારો થયો છે.આચાર્ય એ બાળકો ને વિજ્ઞાન પ્રદર્શન માં જિલ્લા કક્ષા સુધીપહોંચાડવા માં સારી કામગીરી કરી છે.સાથે શાળા ના બાળકો નવોદય,સંસ્કૃત જેવી બાહ્ય પરીક્ષામાંઓ માં ભાગ લેતા થયેલ છે. શાળાનું કુશળ સંચાલન થઈ રહ્યું છે.છતાં બદલીના આ આદેશ થી શાળાનો વિકાસ અટકી જશે એવું ગ્રામજનો એ જણાવ્યું હતું.