નરોડાઃ પરણીત પુત્રીને અન્યત્ર પ્રેમ સંબંધની શંકા રાખી પરીવારે હુમલો કર્યો
અમદાવાદ: નરોડામાં પરણીત યુવતી રીસાઈને પિયર આવ્યા બાદ ભાડેથી ઘર રાખીને એકલી રહેતી હતી દરમિયાન તેના પરીવારે અન્ય વ્યÂક્ત સાથે તેનો પ્રેમસંબંધ હોવાની શંકા રાખી હુમલો કર્યો હતો જેના પરણીત યુવતી એક યુવાન તથા અન્ય બે મહીલાઓ ઘાયલ થઈ છે જ્યારે યુવાનના માથાના ભાગે ઈજા થતા તે હોસ્પીટલમાં દાખલ છે.
હિરલબેન ઠાકોર નરોડા દેવી સિનેમા સામે મફતનગર છાપરામાં ગીતાબેન ઠાકોરના મકાનમા એકલા રહે છે તેમના લગ્ન અગાઉ રાહુલ નામના વ્યક્તિ સાથે ઉઝા ખાતે થયા હતા જા કે પતિ સાથે વાકુ પડતા હિરલબેન પિયર પરત ફર્યા હતા પરતુ પરીવારે પણ તેમને સાથ ન આપતા હાલના સરનામે તે અલગ રહેવા લાગ્યા હતા.
ગતરોજ હિરલબેન મકાન માલિક ગીતાબેન તેમની પુત્રી નીલમ તથા ગીતાબેનના રીક્ષા ડ્રાઈવર રાહુલ તેમના ઘર આગળ બેઠા હતા એ વખતે બપોરે અઢી વાગ્યાના સુમારે તેમના પિતા વનાજી ઠાકોર માતા ગીતાબેન ભાઈ કાર્તિક બહેન હેતલ તથા તેનો પ્રેમી ઉમેશ બીજી બહેન શીતલ અને તેનો પતિ મુકેશ તથા કાકા અને માસીના દીકરીઓ આઠથી દસ જણનું ટોળુ ધસી આવ્યુ હતુ અને હિરલબેન કઈ સમજે એ પહેલા અહીયા કેમ બેઠી છે કહીને તેમની સાથે ઝઘડો કરી તમામ લોકો ઉપર મરચું નાખીદીધુ હતુ ઉપરાંત કાર્તિકે પોતાનો સાથે લાવેલી લોખંડની પાઈપ રાહુલના પગમા મારતા તે લોહીલુહાણ હાલતમા ઢળી પડ્યો હતો જ્યારે બાકીના તમામે પણ હિરલ સહીત ત્રણેય મહીલાઓને મુઠમાર માર્યો હતો.
આ ઘટનાથી બુમાબુમ થતા આસપાસના પાડોશીમા એકઠા થઈ ગયા હતા અને તમામને છુટા પાડ્યા હતા.ઘાયલ તમામ લોકોને હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા છે આ ઘટના અંગે હિરલે નરોડા પોલીસ સ્ટેશનમાં પોતાના પરીવાર વિરુદ્ધ ફરીયાદ નોધાવી છે.