નવા જીએસટીના રેટ પહેલી એપ્રિલે લાગૂ કરવાની તૈયારી
મુંબઈ, ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) રેટમાં મોટા ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. પહેલી એપ્રિલથી જીએસટીના રેટમાં ફેરફાર કરવામાં આવી શકે છે. ઉંચા રેટમાં આ ફેરફાર કરવામાં આવનાર છે. જીએસટી કાઉÂન્સલની બેઠક રેવેન્યુ કલેક્શનને વધારવા માટે આગામી સપ્તાહમાં મળનાર છે જેમાં જુદા જુદા પાસાઓ ઉપર નિર્ણય લેવામાં આવનાર છે. કેન્દ્ર સરકાર તરફથી સામેલ કરવામાં આવેલી દરખાસ્તમાં પાંચ ટકાનો સ્લેબ છથી આઠ ટકા વચ્ચે રહી શકે છે. ૧૨ ટકાના સ્લેબને દૂર કરવામાં આવી શકે છે.
જ્યારે કેટલાક રાજ્યો દ્વારા આ હિલચાલનો વિરોધ કરવામાં આવી શકે છે. કારણ કે, આમા ગરીબો દ્વારા ઉપયોગ કરવામાં આવતી કેટલીક ચીજવસ્તુઓની કિંમતમાં વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે. આ રાજ્યો તરફથી ૧૮ ટકાના સ્લેબની વાત કરવામાં આવી છે. કાઉÂન્સલ સમક્ષ જુદા જુદા વિકલ્પોને રજૂ કરવામાં આવનાર છે. જીએસટી કાઉÂન્સલની બેઠક નાણામંત્રી નિર્મલા સીતારામનના નેતૃત્વમાં મળનાર છે જેમાં વિવિધ પાસાઓ ઉપર ચર્ચા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.