નવા વર્ષની સૌથી પહેલી ઉજવણી ઓકલેન્ડમાં કરાઇ
ઓકલૈન્ડ, સૌથી પહેલી નવા વર્ષની ઉજવણી ન્યુઝીલેન્ડના ઓકલૈન્ડમાં કરવામાં આવી હતી.જયારે ભારત સહિત અન્ય દેશોમાં નવા વર્ષની ઉજવણી ઓકલેન્ડ બાદ કરવામાં આવી હતી. અન્ય નવા વર્ષની રાહ જોઇ રહ્યાં હતાં ત્યારે ઓકલેન્ડે નવા વર્ષનું સ્વાગત કરી દીધુ હતું અને તેની ઉજવણી પણ શરૂ કરી દીધુ હતું.
જે સમયે ઓંકલેન્ડમાં ઉજવણી શરૂ કરવામાં આવી હતી ત્યારે ભારતમાં સ્થાનિક સમય ૪.૩૦ કલાક થયો હતો પરંતુ તે સમયે ઓકલૈન્ડમાં નવું વર્ષ આવી ચુકયુ હતું એટલે કે રાતના ૧૨ વાગી ગયા હતાં.રાતના ૧૨ વાગ્યાથી જ ઓકલૈન્ડના જાણીતા સ્કાય ટાવર પર ભારે આતશબાજી શરૂ થઇ ગઇ હતી અને લોકો મસ્તીમાં ઝુમી ઉઠયા હતાં ઓકલેન્ડ બાદ અન્ય દેશોમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી જયારે ઓકલેન્ડ અને ભારતની વચ્ચે બરોબર ૭.૩૦ કલાકનું અંતર છે એટલે કે ઓકલૈન્ડ ભારતથી ૭.૩૦ કલાક આગળ ચાલે છે અને આથી જ તેણે નવા વર્ષની ઉજવણી ભારત કરતાં પહેલા શરૂ કરી દીધી હતી.