Western Times News

Gujarati News

નવ માસથી અંતરિક્ષમાં ફસાયેલી સુનિતા હોળી પછી પરત આવશે

નાસાના અધિકારીઓએ અવકાશયાત્રી માટે આશા વ્યક્ત કરી

નાસાના અધિકારીના અનુમાન પ્રમાણે બંને અંતરિક્ષ યાત્રીઓ હોળી પછી પૃથ્વી પર પરત ફરે તેવી આશા છે

નવી દિલ્હી, છેલ્લા નવ મહિનાથી અંતરિક્ષમાં ફસાયેલા ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ટૂંકમાં જ ધરતી પર રોમાંચક રીતે પરત ફરશે. નાસાના અધિકારીના અનુમાન પ્રમાણે બંને અંતરિક્ષ યાત્રીઓ હોળી પછી પૃથ્વી પર પરત ફરે તેવી આશા છે. આ માટે સ્પેસ સ્ટેશનમાં સુનિતા વિલિયમ્સએ તૈયારી પણ શરૂ કરી દીધી છે. સુનિતાએ ધરતી પર પરત ફરવા માટે એક રિળેશર સત્રમાં ભાગ લીધો હતો. તેઓ સ્પેસએક્સના ડ્રેગન યાન દ્વારા ધરતી પર પરત ફરશે.

સુનીતા વિલિયમ્સે ક્રૂની સાથે કોમ્ય્પુટર પર રિએન્ટ્રી પ્રોસેસનો અભ્યાસ કર્યાે, જેનાથી એ સુનિશ્ચિત થઈ શકે કે એ સ્પેસએક્સ ડ્રેગન ક્રૂ અંતિરક્ષયાન દ્વારા પૃથ્વીના વાયુમંડળમાં સુરક્ષિત પ્રવેશ કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. ક્રૂ-૯ ટીમ, નાસાના સ્પેસએક્સ ક્રૂ-૧૦ મિશનના આઈએસઆઈએસ પર પહોંચવાના લગભગ એક સપ્તાહ પછી, ત્યાંથી અનડોક કરશે. ક્રૂ-૧૦ મિશન ૧૨મી માર્ચે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ થવા માટે તૈયાર છે. આ મિશન અંતર્ગત નાસાના અંતરિક્ષ યાત્રી એની મેકલેન અને નિકોલ એયર્સ અને રશિયાની અંતરિક્ષ એજન્સી રોસ્કોસ્મોસના કોસ્મોનોટ કિરિલ પેસકોવ અને જાપાનની અંતરિક્ષ એજન્સી જાક્સાના અંતરિક્ષ યાત્રી તાકુયા ઓનિશીને આઈએસએસ પર મોકલાશે. આ ક્રૂ રોટેશન નાસાના નિરંતર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(આઈએસએસ)ની ઉપસ્થિતિ જાળવી રાખવાના પ્રયાસનો હિસ્સો છે. જેનાથી ત્યાં વ્યાપક વૈજ્ઞાનિક સંશોધન અને પરિચલન ગતિવિધિ ચાલુ રહી શકે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.