નાગપુરમાં ૫ વર્ષની બાળકી સાથે બળાત્કારના પ્રયત્ન બાદ હત્યા
નાગપુર, દેશભરમાં મહિલાઓ અને બાળકીઓ વિરૂદ્ધ થઇ રહેલી હિંસા અને બળાત્કારની ઘટનાઓને લઇને પ્રદર્શન ચાલી રહ્યા છે. તેમછતાં તેના રેપની ઘટનાઓ અટકવાનું નામ લઇ રહી નથી. એવામાં જ શરમજનક ઘટના હવે મહારાષ્ટ્રના નાગપુરથી સામે આવી છે જ્યાં એક ૩૨ વર્ષીય વ્યક્તિએ ૫ વર્ષની માસૂમ બાળકી સાથે બળાત્કારનો પ્રયત્ન કર્યા બાદ તેની હત્યા કરી દીધી હતી. નાગપુર ગ્રામી એસપી રાકેલ ઓલાના અનુસાર બાળકીના લાશ રવિવારે રાત્રે જંગલમાં મળી હતી.
ઘટના નાગપુરના કલમેશ્વર વિસ્તારના લિંગા ગામની છે. સમાચાર એજન્સી એએનઆઇના સમાચાર અનુસાર લિંગા ગામાના રહેવાસી ૩૨ વર્ષીય વ્યક્તિએ ૫ વર્ષની માસૂમ બાળકી સાથે રેપ કરવાનો પ્રત્યત્ન કર્યા બાદ તેને મોતનો ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે એફઆઇઆર નોંધાવી છે અને તપાસ કર્યા બાદ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.