નાગરિકતા કાનુનથી કોઇ ભારતીય નાગરિકને કોઇ નુકસાન નહિ થાયઃ મોદી
નવી દિલ્હી,નાગરિકતા સંશોધન કાનૂન પર દેશભરમાં જારી પ્રદર્શન વચ્ચે વડાપ્રધાન મોદીએ લોકોને શાંતિ રાખવા અપીલકરી છેઃ તેમણે કહ્યું છે કે નાગરિકતા કાનુન પર હિંસાત્મક વિરોધ પ્રદર્શન દુર્ભાગ્ય પુર્ણ અને દૂઃખદ છેઃ કાનૂનની ભાઇચારો વધશે પીએમએ કહ્યું છેકે ચર્ચા અને અસહમતી લોકતંત્રનો ભાગ છે. પણ જાહેર સંપતિને નુકશાન પહોંચાડવું એ આપણો સ્વભાવ નથીઃ નાગરિકતા સંશોધન એકટ ર૦૧૯ને સંસદે બહુમતીથી પાસ કરેલ છે. અમે બધા દેશવાસીઓન કહેવો માંગુ છું કે નાગરીકતા કાનુનથી કોઇ ભારતીય નાગરીકને કોઇ નુકસાન થવાનું નથી. કોઇએ ગભરાવવાની જરૂર નથી આ સંકટ એવા લોકો માટે છે જો બહાર બીજી જગ્યામાં આત્યાચાર જીલી રહ્યા હતા અને તેમની પાસે ભારત આવવા સિવાય કોઇ રસ્તો ન હોય તેવા માટે છે.