નાગરિકતા કાયદાના વિરોધમાં થયેલી હિંસાથી રેલવેને 88 કરોડનું નુકસાન
બેંગાલુરૂ, નાગરિકતા અંગેના નવા કાયદાના વિરોધમાં કર્ણાટકમાં થયેલી હિંસાના પગલે ભારતીય રેલવેને 88 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં કર્ણાટક પોલીસે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના નેતા સિદ્ધારામૈયાને કાયદેસરની નોટિસ મોકલી હતી. દરમિયાન આજે સવારે રાજ્યના મુખ્ય પ્રધાન યેદીયુરપ્પા મેંગલોર જવા રવાના થયા હતા. એ પહેલાં તેમણે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે હતું કે કોંગ્રેસે શાંતિપૂર્ણ દેખાવોના બહાને કરેલી હિંસા અને આગજનીના પગલે રાજ્યને કેટલું નુકસાન થયું છે એનો ક્યાસ કાઢવા હું મેંગલોર જઇ રહ્યો છું. ત્યાં તપાસ કર્યા બાદ હું ફરી તમારી સાથે વાત કરીશ. યેદીયુરપ્પા સાથે ઉપમુખ્ય પ્રધાન ગોવિંદ કજરાલ તથા કર્ણાટકના ગૃહ પ્રધાન બસવરાજ બોમ્માઇ પણ મેંગલોર જવા રવાના થયા હતા.