Western Times News

Gujarati News

નાગરિકતા સંશોધન બિલને લઈને વિરોધ ઉગ્ર, અસમ-ત્રિપુરામાં સેના ખડેપગે

ગુવાહાટી : નાગરિકતા સંશોધન વિધેયક (NRC bill)  સામે અસમમાં વિરોધ (Protest in Aasam and North East States) પ્રદર્શન યથાવત્ છે. રાજ્ય સચિવાલયની નજીક છાત્રોના એક મોટા સમૂહ અને પોલીસ વચ્ચે ઝડપ થઈ હતી. બધી દિશાઓથી છાત્રો સચિવાલય તરફ આગળ વધતા જોવા મળ્યા હતા. અન્ય એક સમૂહ ગણેશપુરી ક્ષેત્ર સુધી પહોંચી ગયા હતા જે સચિવાલયથી ફક્ત 500 મીટરની દૂર છે. આ બધી ઘટનાઓ પછી અસમ અને ત્રિપુરાના ઘણા વિસ્તારોમાં સેના ગોઠવી દેવામાં આવી છે.

છાત્રોએ જીએસ રોડ પર અવરોધક તોડી દીધા હતા. જેના કારણે પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો. છાત્રો પર ટીયર ગેસ પણ દાગ્યા હતા. છાત્રાઓએ જેને પકડીને પોલીસકર્મીઓ ઉપર ફેક્યા હતા.

છાત્રાએ કહ્યું હતું કે આ ઝડપમાં ઘણા લાઠીચાર્જમાં ઈજાગ્રસ્ત થયા છે. સર્વાનંદ સોનોવાલના નેતૃત્વમાં બર્બર સરકાર છે. જ્યાં સુધી કેબ (#CAB2019) પાછું ખેંતવામાં આવશે નહીં ત્યાં સુધી અમે કોઈના દબાણમાં આવીશું નહીં. ગુવાહાટી સિવાય ડિબ્રૂગઢ જિલ્લામાં પ્રદર્શનકારીઓની ઝડપ પોલીસ સાથે થઈ હતી. પત્થરબાજી પણ થઈ હતી. જેમાં એક પત્રકાર ઇજાગ્રસ્ત થયો છે.

અસમમાં નાગરિકતા સંશોધન વિધેયક સામે મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. પૂર્વોત્તર સીમાંત રેલવેએ બુધવારે ઘણી ટ્રેનોને રદ કરી દીધી છે અને કેટલાકને રિશેડ્યૂલ કરવામાં આવી છે. એનએફ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુભાન ચંદાએ એક નિવેદનમાં કહ્યું હતું કે ઓછામાં ઓછી 14 ટ્રેનોને રદ કરવામાં (14 trains cancelled) આવી છે. કેટલીક ટ્રેનોને સ્થાન પહેલા જ રોકી દેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.