નારોલમાં ત્રણ વર્ષીય બાળકી ચોથા માળેથી પટકાતા મૃત્યુ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: નારોલ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં ત્રણ વર્ષીય બાળકી રમતા રમતા માળેથી નીચે પટકાતા તેનુ કરુણ મૃત્યુ નીપજ્યુ હતુ ઘટના સમયે બાળકી માતા ત્યા હાજર હતી પરતુ કઈ કરે એ પહેલા જ બનાવ બની પરીવાર સહીત સમગ્ર સોસાયટીમાં શોકનો માહોલ ફેલાયો છે નારોલમાં પોલીસ તેની તપાસ હાથ ધરી છે.
ઘટનાની વિગત એવી છે કે નવરંગ સિહ રાજપુત તેમની પત્ની શીલાસિગ તથા બાળકી ભુમી સાથે રશ્મીવિહાર એપાર્ટમેન્ટસમાં સનરાઈઝ હોટલ પાછળ નારોલ ખાતે રહે છે ગુરુવારે સાજે શીલા સીગ પોતાના ઘરે ટીવી જાતા હતા અને ત્રણ વર્ષીય ભુમી રમતી હતી એ વખતે બારીની પાસે મુકેલી ટીપોઈ પર ભુમી ચડી ગઈ હતી અને ત્યાંથી બારી ઉપર ચડી હતી.
આ દરમિયાનમાં શિલાસીગનુ ધ્યાન તેના પર પડ્યુ હતુ જા કે તે ઉભા થઈને કઈ કરે તે પહેલા ભુમીએ સમહોલની ખોરવતા તે ચોથા માળેથી નીચે પટકાઈ હતી ઘડાકાભેર નીચે પછડાતા એપાર્ટમેન્ટમાં રહીશો પણ ચોકી ઉઠ્યા હતા બાળકી ભુમીમાં મૃત્યુની જાણ થતા સોસાયટીમાં શોકનો માહોલ છવાયો હતો જ્યારે પરીવાર પર આભ તૂટી પડ્યુ હતુ નારોલમાં પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.