નિકોલમાં પોલીસ બની કિશોરીની છેડતી કરનાર આરોપી ઝડપાયો
અમદાવાદ: ઓઢવના ગાર્ડનમાં પુરુષ મિત્ર સાથે બેઠેલી સગીરાનું અજાણ્યા શખ્સે પોતે પોલીસ છે તેવી ઓળખાણ આપીને અપહરણ કર્યું હતું. ઉપરાંત અડપલાં પણ કર્યા હતા. આ મામલે નિકોલ પોલીસ મથકમાં ફરીયાદ બાદ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ભરત નામના આરોપીને ઝડપી લીધો છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે, રૂપિયા પડાવવા માટે આવું કર્યું હતું જયારે અપહરણ કરી છેડતી કરી ત્યારે હું ગાંજા અને દારૂના નશામાં હતો. પોલીસે આરોપીને ધરપકડ કરી તેની ઓળખ પરેડ કરાવવા તજવીજ હાથ ધરી છે.
૧૭ વર્ષની સગીરા બગીચામાં તેના વિધાર્થી મિત્ર સાથેબેઠી હતી ત્યારે આ આરોપી તેમની પાસે આવ્યો હતો. બંને કેમ અહી બેસીને ચેનચાઈા કરો છો તેમ ધમકાવી વિધાર્થીને મારીને કાઢી મુકયો હતો. જે બાદમાં સગીરાને પોલીસની ઓળખ આપી પોલીસ સ્ટેશન જવું પડશે તેમ કહી તેનું અપહરણ કર્યું હતું. જે બાદ તેને કોમ્પલેક્ષમાં લાવી છેડતી કરી હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. પોલીસે આ મામલે તપાસ કરી આરોપી ભરતને ઝડપી લીધો હતો.
ફુટેજમાં જાતા સગીરા સામેથી જતી હોય તેમ લાગે છે. પણ હકીકતમાં પોલીસ નામ સાંભળીને તે ગભરાઈ ગઈ અને આરોપીને પોલીસ સમજી તેની સાથે ગઈ હોવાનું નિકોલ પોલીસ સ્ટેશનમાં પીઆઈ એચ.બી. ઝાલાએ પત્રકારોને જણાવયું હતું કે પોલીસમાં તપાસમાં એવું સામે આવ્યું છે કે આરોપી કોઈ કામધંધો કરતો નથી. તે તેની પત્ની અને નાના બાળક સાથે રહેતો હતો. અને માનસિક તણાવમાં અને નશામાં હોવાથી
આ બંને વિધાર્થી મિત્રોને ખખડાવી પૈસા પડાવવા માટે સગીરા સાથે આ હરકત કરી હતી. હાલ તો આરોપીને પકડી પોલીસે રીમાન્ડ પર મેળવી તપાસ હાથ ધરી છે. કે અગાઉ આવા કોઈ બનાવને અંજામ આપ્યો છે. કેમ કે તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.