પાકિસ્તાનથી આવેલા આઠ લોકોને ભારતની નાગરિકતા મળી
કોટા, પાકિસ્તાનના સિંધથી વર્ષ ૨૦૦૦માં આવી રાજસ્થાનના કોટામાં રહેતા આઠ લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે.કોટાના જીલ્લા કલેકટર ઓમ પ્રકાશ કસેરાએ જણાવ્યું હતું કે આ લોકો પાકિસ્તાનમાંથી પરેશાન થઇ ૨૦૦૦માં ભારત આવ્યા હતાં અને કોટામાં રહેતા હતાં પ્રદેશ સરકારના ગૃહ વિભાગના આદેશ હેઠળ આઠ લોકોને તમામ દસ્તાવેજી કાર્યવાહી બાદ નાગરિકતા આપવામાં આવી છે. આ લોકોને ભારતની નાગરિકતા મળી હોવાથી તેઓ ખુબ ખુશ છે અને તેમણે કહ્યું કે તેમને ગર્વ છે કે હવે તેઓ ભારતના નાગરિક છે.
સુત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના સિંધ પ્રાંતથી આવેલ નાગરિકોએ ગત દિવસોમાં શિબિરમાં અરજી કરી હતી જેને દસ્તાવેજાની પૂર્તિ બાદ નાગરિકતા આપવામાં આવી છે. આ પહેલા સીએએને લઇ દેશના અલગ અલગ ભાગોમાં ચાલી રહેલ વિરોધ પ્રદર્શનોની વચ્ચે ભાજપના નેતૃત્વવાળા ઉત્તરી દિલ્હી નગર નિગમ (એનડીએમસી)એ પાટનગરના પુર્નવાસ કોલોનીમાં રહેતા એક પાકિસ્તાની હિન્દુ શરણાર્થીની પુત્રીને નાગરિકતાને તેનો જન્મ પ્રમાણ પત્ર સોંપવામાં આવ્યા હતાં. બાળકીની દાદી મીરા દાસે પહેલા જ કહ્યું હતું કે બાળકીનો જન્મ નવ ડિસેમ્બરે થયો હતો અને રાજયસભામાં સંશોધિત નાગરિકતા વિધેયક પસાર થયા બાદ અમે તેનું નામ નાગરિકતા રાખવાનો નિર્ણય કર્યો છે ગત ૧૧ ડિસેમ્બરે સીએએને લોકસભામાંથી પસાર કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાજયસભામાં પણ પસાર થયું હતું.