પાકિસ્તાનના ગોળીબારના કારણે લોકોમાં ભારે ભય
નવી દિલ્હી, જમ્મુ કાશ્મીરના અંકુશ રેખા અને સરહદી વિસ્તારમાં રહેતા લોકોમાં હાલમાં વ્યાપક દહેશત ફેલાયેલી છે. પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનો ભંગ કરીને સતત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. જેના કારણે સરહદી વિસ્તારોમાં રહેતા લોકો ભારે દહેશતમાં છે. સાથે સાથે ગોળીબારના કારણે ચાર નાગરિકોના પણ હજુ સુધી મોત થઇ ચુક્યા છે. જે પરિવારના ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે. તેમના મકાનોને પણ ગોળીબારમાં નુકસાન થયુ છે.
પાકિસ્તાને છેલ્લા ૧૦ દિવસના ગાળામાં અવિરત ગોળીબાર કર્યો છે. જેના કારણે નાગરિકોમાં દહેશત છે. સાથે સાથે અંકુશ રેખા પર સ્થિતિ સ્કુલોને છેલ્લા કેટલાક દિવસોથી બંધ રાખવામાં આવી છે. જેથી શિક્ષણ પર પણ માઠી અસર થઇ રહી છે. એવુ જાણવા મળી રહ્યુ છે કે સરહદ પર સ્થિતિને હળવી કરવા માટે ભારતીય જવાનો કેટલીક નવી રણનિતી પર હવે કામ કરી રહ્યા છે.જેના પરિણામ પણ ટુંક સમયમાં જાવા મળી શકે છે. જો કે હાલમાં તો પાકિસ્તાને તંગદીલી વધારી દેવા માટે બિનઉશ્કેરણીજનક રીતે ગોળીબાર જારી રાખ્યો છે. લોકોમાં પણ પાકિસ્તાનને લઇને ભારે રોષ છે.