પાટણના હાસાપૂર ખાતે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન સપ્તાહની ઉજવણી કરવામાં આવી
ગ્રાહકોના મૂળભૂત અધિકાર વિશે વિસ્તૃત માર્ગદર્શન – માહિતી આપવામાં આવી લોકો માં વધારે જાગૃતિ આવે તેના ભાગરૂપે રેલી નું આયોજન કરાયું હતું.
રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન ૨૪ડિસેમ્બર ૨૦૧૯ અંતર્ગત સપ્તાહ ઉજવણી” તા૨૧ડિસેમ્બરથી ૩૧ડિસેમ્બર “સુધી ગ્રાહક જાગૃત અભિયાન અંતર્ગત ગ્રાહક સુરક્ષા સેવા મંડળ પાટણ તેમજ હાસાપૂર પ્રાથમીક શાળા ના સંયુક્ત ઉપક્રમે તા ૨૪/૧૨/૨૦૧૯ મંગળવાર ના રોજ ભારત સરકાર ની થીમ:”ગ્રાહક સુરક્ષા ધારો ૨૦૧૯ એ ભારતીય ગ્રાહકો માટે એક નવી દિશા છે” તેના વિશે ગ્રાહક જાગૃતિ શિબિર તેમજ “જાગો ગ્રાહક જાગો ” ના નારાઓ સાથે સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું.
આ શિબિરમાં માં પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી ચીરાગભાઈ ગોસાઈ સાહેબશ્રી દ્રારા ગ્રાહક ના હક્કો તેમજ ટ્રાફિક ના નિયમોની શાળાના બાળકો તેમજ ગ્રામજનોને સરળ ભાષમાં ગ્રાહકોના હક્ક અધિકાર અંગે માહિતી આપી હતી.તેમજ ગ્રાહક સુરક્ષા સેવા મંડળ ના પ્રમુખ શ્રી પ્રહલાદ વ્યાસ એ ગ્રાહક જાગૃતિ વિશે માહિતી આપી હતી શાળાના શિક્ષકશ્રી અજીતભાઈ પટેલ એ પણ ૨૪ ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન જે ઉજવવામાં આવે છે તેના વિશે સુંદર માહિતી આપી હતી.
આ પ્રસંગે પધારેલા મહેમાનોનું ગામના વડીલો તેમજ સંસ્થા ના પ્રમુખશ્રી દ્રારા ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શિબિર માં શ્રી ચિરાગભાઈ ગોસાઈ શ્રી પી. આઈ પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન.રાકેશભાઈ જોષી શ્રી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાટણ. પ્રહલાદ વ્યાસ પ્રમુખ શ્રી ગ્રાહક સુરક્ષા મંડળ પાટણ.
શ્રીવિઠ્ઠલભાઇ પટેલ મંત્રી હાસાપૂર દૂધ ઉત્પાદક સહકારી મંડળી. શ્રીઅમૃતભાઈ દેસાઈ. પૂર્વ સરપંચ હાસાપૂર. પ્રહલાદભાઈ પ્રજાપતિ આચાર્યશ્રી.પત્રકારોશ્રીઓ જીજ્ઞેશ નાયક. ગોવિંદ પ્રજાપતિ શાળાના તમામ શિક્ષકગણ. પરેશ ઠાકોર. દશરથજી ઠાકોર. ધમેશઠાકોર શાળાના વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો એ ભાગ લીધો હતો અને હાજર રહ્યા હતા. શાળા પરિવારના મિત્રોએ ખુબજ સુંદર આયોજન કરી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.