પાટણમા જૈનાચાર્યનું પદાર્પણ થયુ
ત્રિસ્તુતિક જૈનાચાર્ય શ્રીમદ્દ વિજય જયંતસેન સુરેશ્વરજી મહારાજાના પટ્ટધર આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય જયરત્ન સુરીશ્વરજી મહારાજ આદિ ઠાણાનું રવિવારે સવારે પાટણ નગરે પાવન પદાર્પણ થયુ આ પ્રસંગે ત્રિસ્તુતીક જૈન ઉપાશ્રય મા બિરાજમાન મુનિરાજ શ્રી ચારિત્રરત્ન વિજયજી મહારાજની નિશ્રામાં ત્રિસ્તુતીક જૈન સંધ પાટણ દ્વારા ત્રણ દરવાજા પાસે સવારે ૧૦.૩૦ કલાકે જૈનાચાર્ય નુ સામૈયા કરવામાં આવ્યું ,
ત્યાર બાદ શોભાયાત્રા સાથે પ્રવેશ પ્રારંભ થયો જે ત્રિસ્તુતીક જૈન ઉપાશ્રય મા ધર્મસભા મા પરિવર્તન થયો , જ્યાં જૈનાચાર્ય શ્રી નુ માંગલીક પ્રવચન યોજાયું જેમાં મોટી સંખ્યામાં ભાઈ બહેનો એ લાભ પ્રાપ્ત કર્યો હતો.
જૈનાચાર્યના આગમન પ્રસંગે પાટણ નગર પાલિકાના અધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલ તેમજ ત્રિસ્તુતીક જૈન સંધ પાટણના મનસુખલાલ, પારસભાઈ, નીતીનભાઇ, અલકેશભાઈ, હસમુખભાઈ, કમલેશભાઈ, રમેશભાઈ, ચંપકભાઇ સહિત અનેક અગ્રણીઓએ દર્શન વંદન કરી આશીર્વાદ ગ્રહણ કર્યા હતા.